સાંતાક્રુઝમાં ૧૨ લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

10 December, 2020 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાંતાક્રુઝમાં ૧૨ લાખના ડ્રગ્સ સાથે બેની ધરપકડ

ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓ શાહનવાઝ શેખ અને અલ્પેશકુમાર જૈન

સાંતાક્રુઝમાંથી મુંબઈ ક્રાંઇમ બ્રાંચના અધિકારીઓએ બે યુવકની ૧૨ લાખના એમડી ડ્રગ સાથે ધરપકડ કરી હતી. ગુપ્ત સૂત્રો મારફત મળેલી માહિતીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વેચનારા યુવકો વહેલી સવારે એક જગ્યાએથી બીજી જગ્યાએ એમડી ડ્રગની સપ્લાય કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને તાબામાં લેવાયા હતા.

આજકાલના યુવાનોમાં ડ્રગના સેવનની સંખ્યા વધતી જોવા મળી રહી છે જેના લીધે મુંબઈમાં અનેક વિસ્તારમાં ડ્રગનું વેચાણ ચાલુ થયું છે. જોકે મુંબઈ પોલીસે કાર્યવાહી કરતાં ગઈ કાલે સવારે આઠ વાગે સાંતાક્રુઝ વેસ્ટમાં દૌલતનગર બસ સ્ટોપ પાસે પોલીસ અધિકારીઓએ છટકું ગોઠવીને ૪૦ વર્ષના અલ્પેશકુમાર જૈન અને ૩૬ વર્ષના શાહનવાઝ શેખની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી ૧૨ લાખની કિંમતના એમડી ડ્રગ અને એક બ્રિઝા કાર પોલીસે જપ્ત કરી છે.

મુંબઈ કાંઇમ બ્રાંચના યુનિટ ૯ના પોલીસ ઇસ્પેકટર નંદકુમાર ગોપાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરાતાં તેમને ૧૬ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપવામાં આવી છે. તેઓ કોને ડ્રગ આપવા જઈ રહ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.’

mumbai mumbai news Crime News mumbai police santacruz