ભાંડુપમાં એટીએમમાંથી ચોરી કરનાર બે જણની ધરપકડ

29 May, 2020 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાંડુપમાં એટીએમમાંથી ચોરી કરનાર બે જણની ધરપકડ

આરોપી પપ્પુ સોનાવડે અને રાહુલ જાધવ

ભાંડુપમાં આઇસીઆઇસીઆઇ બૅન્કનું એટીએમ તોડીને સાડાઅગિયાર લાખ રૂપિયાની ચોરી કરી નાસી ગયેલા બે ચોરોની ભાંડુપ પોલીસે ધરપકડ કરી છે. આરોપી રાહુલ જાધવ અને પપ્પુ સોનાવડે પાસેથી ૮.૫૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

ભાંડુપ (વેસ્ટ)માં આવેલા તુલસીપાડા વિસ્તારમાં 21 માર્ચે આસીઆસીઆઇ બૅન્કનું એટીએમ તોડી એમાંથી સાડા‍અગિયાર લાખની ચોરી કરી આરોપી નાસી ગયા હતા જેની ભાંડુપ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એના આધારે પોલીસે પોતાની તપાસ હાથ ધરી હતી. સીસીટીવીના આધારે તપાસ કરતાં આરોપી કૅમેરામાં કેદ થઈ ગયા હતા. ત્યાર બાદ આરોપીની તપાસ કરતી પોલીસ-ટીમને આરોપી પપ્પુ સોનાવડેની લીડ મળતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની પાસેથી બીજા આરોપીની માહિતી મળતાં ભાંડુપ સોનાપુર વિસ્તારમાંથી રાહુલ જાધવની ધરપકડ કરવામાં આવી હતી અને આ લોકો પાસેથી 8 લાખ પચાસ હજાર જપ્ત કરવામાં આવ્યા છે.  

ભાંડુપ પોલીસના સિનિયર પોલીસ શ્યામ શિંદે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારાં ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પપ્પુ અને રાહુલ બેઉએ મળી રિક્ષામાં આ એટીએમ ચોરી કર્યું છે. બન્નેની ધરપકડ કરી પછી તેમણે કબૂલ કર્યું હતું કે તે લોકોએ જ એટીએમ તોડીને આ ચોરી કરી છે.

mumbai mumbai news bhandup