સમોસા પાવમાં ચટણીની બદલે ચોકલેટ ભાવે?

24 September, 2020 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સમોસા પાવમાં ચટણીની બદલે ચોકલેટ ભાવે?

ચોકલેટ સમોસા પાવ

સોશ્યલ મીડિયામાં રોજ કંઈક ને કંઈક વાયરલ થતુ હોય છે જે આપણે ક્યારે વિચાર્યું પણ ન હોય. ચોકલેટ મેગી, ઓરિયો ભજિયા અને ચ્વયનપ્રાશ ફ્લેવરની આઈસ્ક્રીમ ખૂબ જ વાયરલ થઈ હતી અને લોકોની પ્રતિક્રિયા પણ મિશ્ર હતી. હવે આ યાદીમાં ચોકલેટ સમોસા પાવનું પણ નામ આવ્યું છે.

20 સપ્ટેમ્બરે આ વીડિયો અપલોડ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામમાં ‘foodie_on_enfield’ નામના યુઝરે આ વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં લખ્યું હતું કે, ચોકલેટ લવરને ટૅગ કરો.

જોકે આ ચોકલેટ સમોસા પાવની ખૂબ જ મજાક ઉડી છે. લોકોએ જાતજાતની કમેન્ટ આપી હતી.

એક યુઝરે લખ્યું કે, અંત નજીક છે જ્યારે એક જણે કહ્યું કે આ સમોસાનું અપમાન છે.

viral videos twitter instagram