તુળીંજ અને માણિકપુર પોલીસ સ્ટેશને શ્રદ્ધાના કેસમાં ગંભીર ભૂલો કરી હતી?

11 December, 2022 07:55 AM IST  |  Mumbai | Diwakar Sharma

આ કેસ સાથે સંબંધિત સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા માટે ડીસીપી સ્તરની વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી

વસઇમાં શ્રદ્ધા વાલકરની મિસિંગની ફરિયાદની તપાસ કરનાર (ડાબે) માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંપત પાટીલ અને એપીઆઇ સચિન સાનપ.

મુંબઈ : મરનાર શ્રદ્ધા વાલકરના પિતાના આક્ષેપ મુજબ અત્યંત સંવેદનશીલ કેસ પર કામ કરતી વખતે તુળીંજ અને માણિકપુર પોલીસ સ્ટેશનના પોલીસોએ ગંભીર ભૂલો કરી હતી કે કેમ એ જાણવા માટે શ્રદ્ધા વાલકર કેસ સાથે સંબંધિત સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા આખરે ડીસીપી સ્તરની વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. 
જો આ પોલીસ સ્ટેશન તેમ જ એના સુપરવાઇઝરી અધિકારીઓ દ્વારા કોઈ પણ ચૂક થઈ હોવાનું ધ્યાન પર આવશે તો તેમને સજા કરવામાં આવશે એમ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (એમબીવીવી) પોલીસ મુખ્ય મથકનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આ બાબતનું સમર્થન કરતાં ડીસીપી (મુખ્ય મથક) (એમબીવીવી પોલીસ) પ્રશાંત ગાયકવાડે કહ્યું હતું કે ડીસીપી સુહાસ બાવચેને શ્રદ્ધા વાલકરના કેસની વિભાગીય તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

માતા-પિતાની મરજી વિરુદ્ધ આફતાબ સાથે લિવ-ઇનમાં રહેતી ૨૭ વર્ષની શ્રદ્ધાએ તેના સૂજેલા ચહેરા અને મારનાં નિશાન સાથે આફતાબ પૂનાવાલાની મારીને ટુકડા કરીને ફેંકી દઈશ એવી ધમકીના ભયના ઓથાર હેઠળ સૌપ્રથમ નવેમ્બર ૨૦૨૦માં લેખિત ફરિયાદ સાથે એફઆઇઆર નોંધાવવા તુળીંજ પોલીસનો સંપર્ક કર્યો હતો, પણ પોલીસે પગલાં લેવામાં ઢીલાશ કરી હતી. જોકે આફતાબ પૂનાવાલાનાં મા​તા-પિતાની સમજાવટ બાદ તેણે ૨૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ એફઆઇઆર પાછો ખેંચી લીધો હતો. એને પગલે પહેલેથી જ ઢીલાશ દાખવનારી તુળીંજ પોલીસે આફતાબ સામે કોઈ પગલાં ન લેતાં ૧૯ ડિસેમ્બર સુધીમાં મામલો થાળે પાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. બરાબર બે વર્ષ પછી ફરી શ્રદ્ધાનો પત્ર આવતાં રાજ્યના ગૃહપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૨૩ નવેમ્બરે તપાસનો આદેશ આપ્યો, પરંતુ ત્યારે પણ તપાસ તરત જ શરૂ થઈ નહોતી.

શ્રદ્ધાના મિત્ર વિકાસે તેનો સંપર્ક ન થતાં માણિકપુર પોલીસ સ્ટેશનમાં છઠ્ઠી ઑક્ટોબરે  શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આદેશ મળ્યાના એક અઠવાડિયા પછી ૧૨ ઑક્ટોબરે તે નોંધાઈ હતી. જોકે અહીં ફરી તે દિલ્હી પોલીસને આ બાબતે જાણ કરવાનું ચૂકી ગઈ હતી, જેનો લાભ આફતાબને પુરાવાઓનો નાશ કરવામાં મળ્યો હતો અને એનો ગેરફાયદો દિલ્હી પોલીસને પુરાવાઓ ભેગા કરવામાં થયો હતો. 

mumbai mumbai news diwakar sharma