મુંબઈના પાટાઓ પર એક જ દિવસમાં ૨૬ ઍક્સિડન્ટ : ૧૩નાં મોત, ૧૩ ગંભીર

20 November, 2014 03:40 AM IST  | 

મુંબઈના પાટાઓ પર એક જ દિવસમાં ૨૬ ઍક્સિડન્ટ : ૧૩નાં મોત, ૧૩ ગંભીર



વેદિકા ચૌબે

જોકે પૅસેન્જરો અને રેલવે-ઑથોરિટી માટે આ મંગળવાર ભારે અમંગળ રહ્યો હતો, કેમ કે એક જ દિવસમાં ૧૩ પૅસેન્જરોનાં મોત થયાં હતાં અને વધુ ૧૩ વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ રીતે મંગળવારે છેલ્લા થોડા મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ મોત થયાંનું નોંધાયું હતું.

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ના આંકડા પ્રમાણે મંગળવારે રેલવેના લોકલ નેટવર્કમાં પાટા ઓળંગતાં કે ટ્રેન-ઍક્સિડન્ટ્સમાં ૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૧૩ને ઈજા થઈ હતી. સૂરજ વિશ્વકર્મા નામનો ૧૭ વર્ષનો ટીનેજર ચર્ચગેટ તરફ જતી ટ્રેન લોઅર પરેલ સ્ટેશન પરથી ઊપડવાની તૈયારીમાં હતી ત્યારે જ ટ્રેનમાંથી પડી જતાં તેનું મોત થયું હતું. મંગળવારે કુલ ૨૬ ઍક્સિડન્ટ્સમાં પાંચેક વ્યક્તિ ૨૫ વર્ષથી નીચેની વયની કે ૩૫ વર્ષથી નીચેની વયની હોવાનું GRPના આંકડામાં જણાવવામાં આવ્યું હતું.

ટ્રૅક પર યંગસ્ટર્સના મોત વિશે ખેદ દર્શાવતાં GRP કમિશનર રવીન્દ્રકુમાર સિંગલે કહ્યું હતું કે ‘રોજેરોજ ટ્રૅક પર દસેક લોકોનાં મોત નોંધાય છે એ ગંભીર વાત છે અને રેલવે-ટ્રૅક પર આપણી યંગ બ્રિગેડ ગુમાવી રહ્યા છીએ એ વધુ ખેદની વાત કહેવાય. રોજ ટ્રૅક પર દસેક લોકોનાં મોત થાય છે એમાંથી મોટા ભાગના યંગસ્ટર હોય છે એ ગંભીર ઇશ્યુ છે.’

ટ્રૅક પર મોટા ભાગનાં મોત પાટા ઓળંગતી વખતે કે ટ્રેનમાંથી પડી જવાને કારણે થતાં હોવાનું આંકડા કહે છે. રેલવે-ઑથોરિટી આવા અકાળે મોતના કિસ્સા ટાળવા માટે પૅસેન્જરોને પાટા ન ઓળંગવાની સૂચના આપતી રહે છે અને ફૂટઓવર બ્રિજનો ઉપયોગ કરવો હિતાવહ હોવાની જાહેરાતો કરતી રહે છે, પરંતુ મુસાફરો એ કાને નથી ધરતા.

દસ નવેમ્બરે પણ મુંબઈ ડિવિઝનમાં આવા ૧૯ રેલવે-ઍક્સિડન્ટ્સ નોંધાયા હતા જેમાં આઠ વ્યક્તિનાં મોત થયાં હતાં અને અન્ય ૧૧ને ઈજા થઈ હતી. GRP કમિશનરે કહ્યું હતું કે અમે રેલવે-ટ્રૅક પર થતાં મોતનાં કારણોની તપાસ તો કરીએ જ છીએ, પરંતુ પેરન્ટ્સને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે સંતાનો ઘરની બહાર જાય ત્યારે તેઓ શું કરે છે એની ખબર રાખવી જોઈએ.

GRPનું માનવું છે કે કેટલાય તોફાની યંગસ્ટર્સ ઘરમાં સીધાસાદા અને શાંત જણાતા હોય છે, પરંતુ ગ્રુપમાં હોય ત્યારે ટ્રેનની છત પર બેસીને કે ચાલતી ટ્રેને સ્ટન્ટ કરીને પણ જાન ગુમાવે છે.

અમંગળ મંગળવારના આંકડા

સ્ટેશન

મોત

ઈજાગ્રસ્ત

CST

દાદર

 

કુર્લા

૨ (એક મહિલા)

 

થાણે

૧ (મહિલા)

ડોમ્બિવલી

કલ્યાણ

 

કર્જત

 

વડાલા

 

વાશી

 

મુંબઈ સેન્ટ્રલ

 

અંધેરી

બોરીવલી

પાલઘર

જાન ગુમાવનારા કુલ ૧૩ જણમાંથી ડોમ્બિવલી, અંધેરીના એક-એક અને પાલઘરના બેની જ ઓળખ થઈ હતી; બાકીના ૯ની ગઈ કાલ સુધી ઓળખ પણ નહોતી થઈ શકી. ૧૩ ઈજાગ્રસ્તોમાંથી પણ બે ગંભીર કેસમાં ઓળખ નહોતી થઈ.