વસઈ પાસે ટ્રક બંધ પડી જતાં બે કલાક હાઇવે જૅમ

18 January, 2021 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વસઈ પાસે ટ્રક બંધ પડી જતાં બે કલાક હાઇવે જૅમ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ અમદાવાદ હાઇવે પર વસઈ સાતીવલી ફાટા પાસે ગુજરાતથી મુંબઈ તરફ આવતી લેનમાં ગઈ કાલે પરોઢિયે એક ટ્રક રસ્તા વચ્ચે જ બંધ પડી  જતાં બે કલાકથી વધુ સમય સુધી વાહનવ્યવહાર બંધ રહ્યો હતો અને મોટરિસ્ટોએ ટ્રાફિક જૅમમાં અટવાવું પડ્યું હતું. નાલાસોપારાથી વસઈ ફાટાના પાંચ કિલોમિટરના પટ્ટામાં બમ્પર ટુ બમ્પર ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો. આની અસર ઘોડબંદર રોડ પહેલાં આવતા બ્રિજ સુધી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ અને ટ્રાફિક પોલીસ બન્ને ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને  ટ્રક બાજુ પર લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા અને ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર કરાયો હતો.

mumbai mumbai news vasai western express highway