ટીઆરપી કૌભાંડ : બાર્કના ભૂતપૂર્વ સીઓઓના રિમાન્ડ લંબાવાયા

20 December, 2020 11:08 AM IST  |  Mumbai | Vishal Singh

ટીઆરપી કૌભાંડ : બાર્કના ભૂતપૂર્વ સીઓઓના રિમાન્ડ લંબાવાયા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય જાગરણ)

ટીઆરપી કૌભાંડમાં ધરપકડ કરાયેલા બાર્કના ભૂતપૂર્વ સીઓઓ રોમિલ રામગઢિયાના પોલીસ-રિમાન્ડ સોમવાર સુધી લંબાવાયા છે. રામગઢિયાની ૧૭ ડિસેમ્બરે સીઆઇયુ દ્વારા પાંચ કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઇયુના જણાવ્યા અનુસાર કૌભાંડમાં સંડોવાયેલી કેટલીક વ્યક્તિઓએ કૌભાંડનો પર્દાફાશ થયો એ સાથે જ પોતાના મોબાઇલ હૅન્ડસેટ બદલી નાક્યા હતા, જેને કારણે વૉટ્સઍપ-ચૅટ અને અન્ય ડેટા ડિલીટ થઈ ગયાં હતાં. તપાસમાં ઉપયોગી નીવડી શકે એવો આ ડેટા પુનઃ પ્રાપ્ત કરવા માટે પોલીસ પ્રયત્નશીલ છે.
પોલીસે જણાવ્યા પ્રમાણે રામગઢિયા રિપબ્લિક ટીવીના સીઈઓ વિકાસ ખાનચંદાનીના સતત સંપર્કમાં હતા. શનિવારે રામગઢિયાને રિમાન્ડ કોર્ટમાં હાજર કરાયો હતો, જ્યાં સીઆઇયુએ જણાવ્યું હતું કે ટીઆરપી સાથે ચેડાં કરવામાં ચૅનલને મદદ કરવાથી રામગઢિયાને નાણાકીય લાભ થયો હતો. મોબાઇલ ફોન ઉપરાંત પોલીસ રામગઢિયાનાં ખાતાં પણ તપાસવા ઇચ્છે છે. તેણે બાર્ક શા માટે છોડી દીધું એની પણ તેઓ તપાસ કરી રહ્યા છે. સીઆઇયુ પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ આ વર્ષે ૩૧ જુલાઈએ રામગઢિયાએ બાર્કની જૉબ છોડી ત્યારે તેને ટીવી-ચૅનલમાં સિનિયર પોસ્ટ ઑફર કરાઈ હતી એની પણ તપાસ ચલાવાઈ રહી છે. સીઆઇયુ પોલીસ અધિકારી સચિન વઝેએ જણાવ્યું હતું કે અમે ટીઆરપી સાથે ચેડાંમાં અન્ય લોકો કેવી રીતે રામગઢિયા સાથે સંડોવાયેલા હતા એની તપાસ કરી રહ્યા છીએ.

mumbai mumbai news vishal singh