પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ વધારી રહ્યો છે મોંઘવારી

19 January, 2021 08:39 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પેટ્રોલ-ડીઝલ પરનો વૅટ વધારી રહ્યો છે મોંઘવારી

સેન્ટર પાસે પણ એક્સાઇઝ ટ્યુટીમાં કાપ મૂકવાની વાત ટ્રાન્સપોર્ટરોએ કરી છે (ફાઇલ-ફોટોગ્રાફ)

અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં ફ્યુઅલ પરનો વૅલ્યુ ઍડેડ ટૅક્સ (વીએટી-વૅટ) સૌથી વધારે છે જેની સામે રાહતનાં પગલાં લેવા મુંબઈ શહેરના ટ્રાન્સપોર્ટરોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રમાં આ ટૅક્સ વધારે છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળે છે. પરિણામે લૉકડાઉનમાંથી ધીમે ધીમે બહાર આવી રહેલા લોકો પર મોંઘવારીનો ભાર વધી રહ્યો છે.

ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસ (એઆઇએમટીસી)ના ચૅરમૅન, કોર કમિટી ઍન્ડ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બાલ મલિક સિંહનું કહેવું છે કે ‘લૉકડાઉન અને એને સંબંધિત તાણને લીધે પહેલાંથી જ આ ક્ષેત્રને નુકસાન થયું છે અને એની માઠી અસર પણ જોવા મળી છે.’

એઆઇએમટીસીના પ્રેસિડન્ટ કુલતરણ સિંહ અટવાલે કહ્યું કે ‘મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે પહેલાંના બધા રેકૉર્ડ તોડી દીધા છે. ઓછામાં વધારે સરકાર પેટ્રોલ પર ૨૬ ટકા વૅટ લગાડીને ભાર વધારી દીધો છે અને એમાં પણ મહારાષ્ટ્ર લિટરદીઠ ૧૦.૧૨ રૂપિયાનો સેસ લગાડે છે. વૅટને લીધે પેટ્રોલનો ભાવ લિટરદીઠ ૯૧.૩૦ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૧.૫૮ રૂપિયા જેટલો થયો છે. આને લીધે ટ્રાન્સપોર્ટ-સેક્ટરને ઘણી માઠી અસર પહોંચી છે માટે અમે સરકારને અરજી કરીએ છીએ કે અમારા હિતને ધ્યાનમાં રાખીને કેટલાંક રાહતનાં પગલાં લો. વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતમાં વધારો થવાથી લોકો અને ખાસ કરીને માર્ગ પરિવહન ક્ષેત્ર માટે કરવેરામાં કાપ એકમાત્ર ઉપાય છે.’

લોકોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલનો ભાવવધારો સીધો જીવનજરૂરિયાતની ચીજોના ભાવમાં વધારો કરે છે.

mumbai mumbai news rajendra aklekar