મરીન ડ્રાઇવ પર આવો ઉદ્ધત જવાબ આપનારા પોલીસ-અધિકારીની ટ્રાન્સફર

09 December, 2018 12:47 PM IST  |  Mumbai

મરીન ડ્રાઇવ પર આવો ઉદ્ધત જવાબ આપનારા પોલીસ-અધિકારીની ટ્રાન્સફર

સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ ગંગાવણે

પોલીસ-અધિકારીઓનું સામાન્ય નાગરિક સાથેનું વર્તન ઉદ્ધત હોય છે અને એનો અનુભવ એક ન્યાયાધીશને થયો હતો. મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ ગંગાવણે ગયા અઠવાડિયે મરીન ડ્રાઇવ પર નાકાબંધી ચાલુ હતી ત્યારે જાતે ત્યાં હાજર હતા. આ સમયે વૉક લેવા નીકળેલા એક ન્યાયાધીશે બાઇક પર ટ્રિપલ સીટ બેસીને જનારા યુવાનોને રોકવા માટે વિલાસ ગંગાવણેએ કોઈ તસ્દી લીધી ન હોવાનું જોયું. તેમણે બાઇક પર ટ્રિપલ સીટ બેસીને જનારા યુવાનોને પકડવા માટે વિલાસ ગંગાવણેને કહ્યું ત્યારે તેમણે ઉદ્ધત જવાબ આપતાં કહ્યું હતું કે ‘હું શું સ્પાઇડરમૅન છું કે તેમને પકડી લઉં?’

ન્યાયાધીશ ત્યારે કશું જ બોલ્યા નહીં અને ત્યાંથી નીકળી ગયા, પરંતુ બીજા દિવસે કોર્ટમાં ગયા બાદ તેમણે કમિશનરને ફોન લગાવ્યો હતો અને આખા પ્રકરણ વિશે માહિતી આપી હતી. આવું ઉદ્ધત વર્તન કરનારા વિલાસ ગંગાવણેને મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાંથી ખ્ઘ્ગ્ (સ્પેશ્યલ બ્રાન્ચ)-૨માં ટ્રાન્સફર કરી નાખવામાં આવ્યા હતા. આ વિભાગને સાઇડ બ્રાન્ચ અને પનિશમેન્ટ ડ્યુટી માનવામાં આવે છે.

marine drive