૧૦ જુલાઈ પછી સેટ ટૉપ બૉક્સ બંધ

28 June, 2013 08:52 AM IST  | 

૧૦ જુલાઈ પછી સેટ ટૉપ બૉક્સ બંધ



કેબલ TVનું ડિજિટાઇઝેશન થયા બાદ કેબલ TV સર્વિસનું નિયંત્રણ કરતી સંસ્થા ટેલિકૉમ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ-TRAI)એ કસ્ટમરોના વેરિફિકેશન માટેની સૂચિત પ્રક્રિયાની મુદત હવે ૧૦ જુલાઈ સુધી લંબાવી છે. અગાઉ આ મુદત ૨૫ જૂન સુધીની હતી. મુંબઈમાં તમામ કેબલ ઑપરેટરોને તેમના કસ્ટમરોની વિગત એક ફૉર્મમાં ભરીને આપવા માટે જણાવવામાં આવ્યું હતું, પણ એ કામ હજી માત્ર ૫૦ ટકા જેટલું પૂરું થયું છે. જ્યારે કસ્ટમરો તેમની પસંદગીની ચૅનલોની વિગત ફૉર્મમાં ભરીને આપશે ત્યાર બાદ આ ફૉર્મ કેબલ ઑપરેટરો ટ્રાઇમાં જમા કરાવશે. જો કસ્ટમરો આ ફૉર્મ ભરીને નહીં આપે તો તેમનાં સેટ ટૉપ બૉક્સ ૧૦ જુલાઈ બાદ કામ કરતાં બંધ થઈ જશે.