16 May, 2025 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘરમાં મંગળવારે રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં ભાઈ-બહેનનાં કરુણ મોત થયાં હતાં. બાવીસ વર્ષનો મંગેશ વિશ્વકર્મા અને તેની પચીસ વર્ષની મોટી બહેન પૂજા મંગળવારે રાતે જમ્યા પછી આઇસક્રીમ ખાવા નીકળ્યાં હતાં. આઇસક્રીમ ખાઈને તેઓ મોટરસાઇકલ પર પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે પાલઘર–માહિમ રોડ પર સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે તેમને અડફેટે લેતાં બન્ને જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. તેમને અડફેટે લઈને ટ્રક-ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. એક જ પરિવારનાં બે સંતાનોનાં એકસાથે મોત થવાથી વિશ્વકર્મા પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હતો. પાલઘર પોલીસે નાસી છૂટેલા ટ્રક-ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.