ટ્રાફિક-પોલીસને સળગાવી દેનાર રિક્ષા-ડ્રાઇવરને સાત વર્ષની કેદ

01 November, 2012 06:56 AM IST  | 

ટ્રાફિક-પોલીસને સળગાવી દેનાર રિક્ષા-ડ્રાઇવરને સાત વર્ષની કેદ



વસઈમાં ટ્રાફિક હવાલદારની ફરજ બજાવી રહેલા હવાલદારને ૨૦૧૦માં એક રિક્ષાચાલકે સળગાવી દીધો હતો. આ કેસના આરોપીને ૭ વર્ષની જેલ અને ૧૦ હજાર રૂપિયા દંડરૂપે વસૂલવામાં આવ્યા છે.

વસઈ સ્ટેશન પાસે એસ. ટી. ડેપોના ગેટ પાસે આવેલી ઋષિકેશ હોટેલ પાસે ૨૦૧૨ની ૨૭ ઑક્ટોબરના ટ્રાફિક હવાલદાર અનિલ એતોડેકર ફરજ બજાવી રહ્યો હતો. મહેન્દ્ર કેવટ નામના રિક્ષાચાલકે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરતાં હવાલદાર અનિલે તેના પર કેસ કર્યો હતો. એનું વેર મહેન્દ્રએ મનમાં રાખ્યો હતો. વેર વાળવાના ઇરાદે મહેન્દ્રએ ડ્યુટી બજાવી રહેલા હવાલદાર અનિલ પર બાઇક પર આવીને પેટ્રોલ નાખી માચીસની કાંડી નાખી નાસી ગયો હતો. જેને કારણે અનિલ ૫૦ ટકા સળગી ગયો હતો. અનિલને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો, પણ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો.

હવાલદાર પર ઑન ડ્યુટી હુમલો કરી તેની હત્યા કરવાનો કેસ બે વર્ષ સુધી ચાલ્યો હતો. અંતે ગઈ કાલે વસઈ સેશન ર્કોટે મહેન્દ્રને ૭ વર્ષની જેલની સજા અને ૧૦ હજાર રૂપિયા દંડરૂપે ભરવાનો આદેશ આપ્યો છે.