વ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ

27 February, 2021 10:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ

મસ્જિદ બંદરમાં બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશનની ઑફિસમાં ગઈ કાલે ધરણાં કરી રહેલા કૈટના પદાધિકારીઓ અને સમર્થકો

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા જાહેર કરવામાં આવેલા ‘ભારત વ્યાપાર બંધ’ અંતર્ગત ગઈ કાલે મુંબઈમાં ભારત મર્ચન્ટ્સ ચેમ્બર, બૉમ્બે મેટલ એક્સચેન્જ, ધ ઇમિટેશન જ્વેલરી ડીલર્સ ઍન્ડ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન અને બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશનનાં કાર્યાલયોમાં વેપારીઓએ ‘વ્યાપાર બંધ હમારા કર્મ નહીં, હમારી મજબૂરી હૈ’નાં પ્લૅકાર્ડ્સ સાથે ધરણાં કર્યાં હતાં. ઑલ ઇન્ડિયા ખાદ્ય તેલ ફેડરેશન અને બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશન તથા અન્ય ટ્રાન્સપોર્ટ સંગઠનોએ તેમનાં કામ બંધ રાખ્યાં હતાં. થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી સંઘ આ બંધમાં જોડાયો હતો; જ્યારે ગ્રેન, રાઇસ ઍન્ડ ઑઇલસીડ્સ મર્ચન્ટ્સ અસોસિએશન, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર અને ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડના સભ્યોએ કાળી પટ્ટી પહેરીને જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ઍક્ટમાં રહેલી આંટીઘૂંટી અને કડક નિયમોનો વિરોધ કર્યો હતો.

mumbai mumbai news