‘તેજસ’માં વધુ લગેજ લઈ જનારા પ્રવાસીઓ પર દંડાત્મક કાર્યવાહી કરાશે

13 February, 2020 11:34 AM IST  |  Mumbai Desk

‘તેજસ’માં વધુ લગેજ લઈ જનારા પ્રવાસીઓ પર દંડાત્મક કાર્યવાહી કરાશે

પ્રવાસમાં આવશ્યકતા કરતાં વધુ સામાન લઈ જવાની આદત ધરાવનારાઓ માટે ‘તેજસ’ માં પ્રવાસ કરવો તકલીફકારક પુરવાર થઈ શકે છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ અૅન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)એ વધુ સામાન સાથે પ્રવાસ કરનારા ઉતારુઓ પર કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એક પ્રવાસી પાસે વધુ લગેજ હોવાને કારણે બૅગ ટ્રેનમાં છૂટી જવા કે પ્લૅટફૉર્મ પર રહી જવાની ઘટનાઓ થાય છે, જેને કારણે ચેન ખેંચીને ટ્રેન રોકવાના બનાવ બને છે. આથી આ પ્રકારના બનાવ પર રોક લગાવવા પ્રવાસી દીઠ લગેજના ધોરણો કડક બનાવવામાં આવ્યા છે.  રેલવેના નિયમાનુસાર એક્ઝિક્યુટીવ કમ્પાર્ટમેન્ટમાં એક વ્યક્તિદીઠ ૭૦ કિલો જ્યારે કે ચૅર કમ્પાર્ટમેન્ટમાં વ્યક્તિદીઠ ૪૦ કિલો વજનની બૅગ લઈ જવાની પ્રવાસીઓને પરવાનગી હોય છે. તેજસ એક્સપ્રેસમાં વધુ સામાન ધરાવતા પ્રવાસીઓ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. લાંબા અંતરની ટ્રેનો માટે બૅગના વજન સંબંધે નિયમો ઘણા લાંબા સમયથી બનાવવામાં આવ્યા છે પરંતુ તેનો કડકપણે અમલ કરવામાં આવતો નહોતો. 

mumbai mumbai news