લિફ્ટ અકસ્માતમાં મુંબઈના ટોચના બિઝનેસમેનનું મોત

07 September, 2020 03:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

લિફ્ટ અકસ્માતમાં મુંબઈના ટોચના બિઝનેસમેનનું મોત

વિશાલ મેવાણી

બિઝનેસ ટાયકુન વિશાલ મેવાણીનું વરલીમાં લિફ્ટ અકસ્માતમાં રવિવારે સાંજે મૃત્યુ થયું હતું. જસલોક હૉસ્પિટલ નજીક રહેતા મેવાણી તેમના મિત્ર શૈલેન્દ્ર સિંહને મળવા વરલી ગયા હતા.

વરલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર સુખલાલ વર્પેએ કહ્યું કે, મેવાણીને ડેન્ટીસ્ટ પાસે જવુ હતું. તેમણે સિંહ સાથે આ બાબતે વાતચીત કરતા ખબર પડી કે એક કોમન ફ્રેન્ડ છે જે ડેન્ટીસ્ટ છે. વરલીમાં મિત્રના ઘરે તે મળવા આવવાનો હતો.

મેવાણી સિંહની બિલ્ડિંગમાં સાંજે સાડા ચાર વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. આ બિલ્ડિંગ (બ્યુઈના વિસ્ટા) વરલીના પોચખાનવાલા રોડમાં આવેલી છે. સાડા ચાર વાગ્યે જ્યારે મેવાણીએ લિફ્ટનું બટન દબાવ્યું ત્યારે તે બીજા માળે હતી. ગ્રાઉન્ડ ફ્લોરમાં લિફ્ટ આવ્યા બાદ મેવાણીએ લિફ્ટનો દરવાજો ખોલ્યો, તેમણે બીજા માળે જ જવાનું હતું.

મેવાણી લિફ્ટ સાફ્ટની અંદર ગયા જે ગ્રાઉન્ડ ફ્લોરના લેવલ ઉપર જ હતું પરંતુ એલીવેટર કાર બીજા માળે ફસાયેલી હતી. તે જ વખતે લિફ્ટનો દરવાજો બંધ થયો અને એલીવેટર તેમના માથા ઉપર પડી, એમ આ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોરદાર અવાજ આવતા સિક્યોરિટી ગાર્ડ લિફ્ટ પાસે પહોંચીને મેવાણીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ લિફ્ટનો દરવાજો જામ હતો. તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તે પહેલા જ તેમનું નિધન થયુ હતું.

વર્પેએ કહ્યું કે, અમે એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ રજીસ્ટર કરી છે અને આગળ તપાસ કરી રહ્યા છીએ. સૂત્રોએ કહ્યું કે, લગભગ તો ટેકનિકલ ખામીને લીધે અકસ્માત થયો છે. જોકે લિફ્ટનું છેલ્લુ ક્યારે મેઈનટેનન્સ થયુ તેની પણ તપાસ કરવામાં આવશે. મેવાણીની ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની રિટેલ સ્ટોર્સની ચેઈન છે.

mumbai news