એવરેસ્ટ સર કરનાર આ કચ્છી યુવકનું આજે રાષ્ટ્રપતિ સન્માન કરશે

29 August, 2020 07:30 AM IST  |  | Alpa Nirmal

એવરેસ્ટ સર કરનાર આ કચ્છી યુવકનું આજે રાષ્ટ્રપતિ સન્માન કરશે

એવરેસ્ટ સર કરનાર કચ્છી યુવક

દાળ-ભાત અને થેપલાં ખાઈને એવરેસ્ટ આરોહણ કરનાર આ કચ્છી છોકરો આજે સાહસના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ બદલ રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર પ્રાપ્ત કરવાનો છે. ગુજરાતી તરીકે તો આ ગૌરવ લેવાની વાત છે જ અને સાથે મહારાષ્ટ્રમાંથી આ અવૉર્ડ અંકે કરનાર કેવલ ઓન્લી પર્સન છે. 

ઍડ્મન્ડ હિલેરી સાથે ૧૯૫૩માં એવરેસ્ટ સર કરનાર પ્રથમ નેપાલી-ઇન્ડિયન પર્વતારોહક તેનઝિન્ગ નોર્ગેના સન્માનમાં દેશના યુવાનોને ઍડ્વેન્ચર ક્ષેત્રે પ્રોત્સાહન આપવા નૅશનલ સ્પોર્ટ્સ ડેએ ભારત સરકાર અર્જુન અવૉર્ડ, દ્રોણાચાર્ય અવૉર્ડ અને ખેલ રત્ન સાથે આ અવૉર્ડ પણ પ્રદાન કરે છે. 

ઍર, લૅન્ડ અને સી ફીલ્ડમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સાહસવીરને સરકારના યુથ અફેર્સ ઍન્ડ સ્પોર્ટ મિનિસ્ટ્રીના પદાધિકારીઓ સિલેક્ટ કરે છે, જેમાં ૨૦૧૯ની ૧૬ મેએ એવરેસ્ટ અને એના ફક્ત ૬ દિવસ બાદ એટલે કે ૨૧ મેએ દુનિયાનો ચોથો ઊંચો પર્વત લહોત્સે સર કરનાર કેવલ કક્કાની પસંદગી થઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ૨૦૦૨માં મુંબઈના ગુજરાતી માઉન્ટેનિયર હરીશ કાપડિયાને તેનઝિન્ગ નોર્ગે નૅશનલ ઍડ્વેન્ચર લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ અપાયો હતો.
મુલુંડમાં રહેતા ૨૭ વર્ષના કેવલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આમ તો આ અવૉર્ડ સેરેમની રાષ્ટ્રપતિભવનમાં થાય, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે માનનીય રાષ્ટ્રપતિ દરેકને વર્ચ્યુઅલી આ સન્માન આપશે. એ માટે હું મંત્રાલય જઈશ. મને આને માટે ખાસ બ્લેઝર અને ટાઇ આપવામાં આવ્યાં છે. આ આખો કાર્યક્રમ ખૂબ સિસ્ટમૅટિકલી  થાય છે જેનું મને ગુરુવારે રિહર્સલ કરાવવામાં આવ્યું હતું.’

alpa nirmal mumbai mumbai news