આજે પાંચ નહીં પણ ૨૦ ટકા પાણીકાપ

19 March, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલપૂરતું પાણી ન હોવાને કારણે પાંચ ટકા પાણીકાપ તો ચાલી જ રહ્યો છે એમાં આ ૧૫ ટકા એટલે કુલ આજે ૨૦ ટકા પાણીકાપ રહેશે.

પ્રતીકાત્મક તસવીર

ભાંડુપના ફિલ્ટરેશન પ્લાન્ટમાં મૉન્સૂન પહેલાંનું સમારકામ હાથ ધરાવાનું હોવાથી મુંબઈમાં આજે વધારાનો ૧૫ ટકા પાણીકાપ લાગુ કરાયો છે. હાલપૂરતું પાણી ન હોવાને કારણે પાંચ ટકા પાણીકાપ તો ચાલી જ રહ્યો છે એમાં આ ૧૫ ટકા એટલે કુલ આજે ૨૦ ટકા પાણીકાપ રહેશે.

ભિવંડી પાસે આવેલા પીસે-પાંજરાપુર વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ થયેલું પાણી મુંબઈને પૂરું પડવામાં આવી રહ્યું છે. પીસે-પાંજરાપુરના બેમાંથી એક ગેટમાં ખામી આવી છે અને એના કારણે છેક ૧૬ ​ડિસેમ્બરથી પાણીનું ગળતર થઈ રહ્યું છે. એ ખામીનું સમારકામ કરવા પાણીનું લેવલ ઓછું થવું જરૂરી હતું એથી ભાત્સા ડૅમમાંથી પીસે-પાંજરાપુરમાં જે પાણી મોકલાય છે એને પણ નિયંત્રિત કરવામાં આવ્યું છે. એ સમારકામ થઈ ગયા પછી ફરી ભાત્સામાંથી પાણીનો ફ્લો વધારવામાં આવશે. 

Water Cut bhiwandi mumbai news mumbai