મુંબઈઃ આજે કરો ચીની માલની હોળીઃCAIT

18 March, 2019 01:15 PM IST  |  મુંબઈ

મુંબઈઃ આજે કરો ચીની માલની હોળીઃCAIT

પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની દરખાસ્તને ચીને યુનાઇટેડ નેશન્સમાં મંજૂરી આપવાનો ઇનકાર કર્યા બાદ દેશભરનાં વેપારી સંગઠનોનું પ્રતિનિધિત્વ કરી રહેલા કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચીન દ્વારા પાકિસ્તાનને તેમ જ આતંકવાદને સીધો કે આડકતરો સાથ આપવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં CAIT તરફથી દેશભરના વેપારીઓને આવતી કાલે તેમનાં બજારોમાં ચીનના માલની હોળી કરવાની હાકલ કરવામાં આવી છે. એ અંતર્ગત મુંબઈના ભાતબજારમાં ફુવારા પાસે અને નવી મુંબઈમાં નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરની બહાર આવતી કાલે મુંબઈના અને નવી મુંબઈના વેપારીઓ દ્વારા ચીનના માલની હોળી કરવામાં આવશે.

આ બાબતની માહિતી આપતાં ઘ્ખ્ત્વ્ની નૅશનલ ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર અને ખાદ્ય તેલ વ્યાપારી અસોસિએશન-મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકર ઠક્કર તેમ જ ઘ્ખ્ત્વ્ના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ કીર્તિ રાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CAIT તરફથી પુલવામામાં આતંકી હુમલા પછી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એમાં પાકિસ્તાન અને ચીનના માલની આયાતનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ચીનના યુનાઇટેડ નેશન્સમાં મસૂદ અઝહર માટેના પ્રેમને જોતાં ચીનથી આયાત થતા માલની આયાતમાં મોટા પ્રમાણમાં હવાલાની લેણદેણ થતી હોવાની ઘ્ખ્ત્વ્ને શંકા છે. એને કારણે બજારમાં ચીનનો માલ સસ્તામાં વેચાય છે. ચીન હવાલાની લેણદેણથી થતી આવકમાંથી પાકિસ્તાને આડકતરી રીતે આતંકી ગતિવિધિઓમાં મદદ કરતું હોવાની શંકા છે. આથી ચીનના માલનો બહિષ્કાર આપણા દેશના વેપારીઓ કરે એ અત્યંત જરૂરી છે. આ ઉદ્દેશથી જ આવતી કાલે દેશભરના વેપારીઓને ચીનના માલની હોળી કરવાની CAIT તરફથી હાકલ કરવામાં આવી છે.’

આવતી કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે મસ્જિદ બંદરના ભાતબજારમાં આવેલા ફુવારા પાસે મસ્જિદ બંદરમાં આવેલાં અને આસપાસનાં વેપારી સંગઠનો સાથે મળીને ચીનના માલની હોળી કરશે એમ જણાવીને શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘ચીનના માલની હોળીના કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સ્ટેશનરી ફેડરેશન, બૉમ્બે ગ્રેન ડીલર્સ અસોસિએશન, માંડવી મેવામસાલા અસોસિએશન, થાણે જિલ્લા હોલસેલ વ્યાપારી અસોસિએશન, ડેરી પ્રોડક્ટ્સ ડીલર્સ અસોસિએશન જેવાં અનેક વ્યાપારી સંગઠનોના પ્રતિનિધિઓ અને વેપારીઓ જોડશે.’

આ પણ વાંચોઃ મુંબઈઃ જૈન સિનિયર સિટિઝનનું અનોખું અંતિમ દાન

સરકારે ચીનના માલમાં હવાલાની લેણદેણની ગંભીરતાથી તપાસ કરવી જોઈએ અને સરકાર ચીનના માલનું પચાસ ટકા સસ્તામાં લિલામ કરે તો અનેક સત્યો પ્રકાશમાં આવી શકે એમ છે એમ જણાવીને નવી મુંબઈમાં યોજાયેલા ચીનના માલની હોળીના કાર્યક્રમની માહિતી આપતાં કીર્તિ રાણાએ કહ્યું હતું કે ‘આ કાર્યક્રમ નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરની બહાર બપોરે બે વાગ્યે યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં મસાલા માર્કેટના બધા વેપારીઓ, દલાલો, માથાડી કામગારો સાથે મળીને ચીનના માલની હોળી કરશે. જ્યાં સુધી પાકિસ્તાન તરફથી આતંકવાદ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી પાકિસ્તાન અને ચીનના માલના બહિષ્કારની હાકલ કરવામાં આવશે.’

mumbai news