હવે મુંબઇમાં થશે ભગવાન બાલાજીના સાક્ષાત દર્શન

29 December, 2020 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હવે મુંબઇમાં થશે ભગવાન બાલાજીના સાક્ષાત દર્શન

પ્રતીકાત્મક તસવીર

મુંબઇકર માટે ખુશખબરી છે. હવે મુંબઇકર તિરુપતિ બાલાજી ભગવાનના દર્શન મુંબઇ (Mumbai)માં જ કરી શકશો. તિરુપતિ બાલાજીના દર્શન માટે આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડે તિરુપતિ બાલાજી મંદિરની જેમ જ મુંબઇના બાન્દ્રા પૂર્વમાં બરાબર આ જ પ્રકારનું એક મંદિર બનાવવાનો નિર્ણય લીધો છે. આ બૉર્ડ તિરુપતિ બાલાજીના દર્શન માટે જનારા દરરોજના હજારો પ્રવાસીઓના પ્રબંધન કરવાની વ્યવસ્થા કરે છે.

મુંબઇના તિરુપતિ બાલાજી મંદિર બાન્દ્રા પૂર્વમાં બનાવવામાં આવશે, જે છેલ્લે સરકાર દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું. આ તિરુપતિ બાલાજી મંદિરને બનાવવાની લાગત 30 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી છે. મંદિરનું કામ જાન્યુઆરી 2021થી શરૂ થશે.

કહેવામાં આવે છે કે, કોરોનાવાયરસ મહામારીને કારણે મંદિરના કામમાં મોડું થયું હતું અને તે પ્રમાણે હવે ભૂમિ પૂજનનું કાર્યક્રમ જાન્યુઆરીમાં નક્કી કરવામાં આવશે. મંદિરનું નિર્માણ બે વર્ષમાં કરવામાં આવશે અને પછી આ જનતા માટે ખોલી દેવામાં આવશે.

બૉર્ડના સભ્યોમાંથી એક અમોલ કાલેએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા કહ્યું કે, બાલાજી ભગવાનના કેટલાય ભક્ત આંધ્રપ્રદેશમાં તેમના દર્શન કરવા નથી આવી શકતા. આ જોતાં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે અધિકારીઓ દ્વારા મુંબઇમાં બાલાજી મંદિરના નિર્માણનો નિર્ણય ઘણો સમય પહેલા લઈ લીધો હતો. અને અહીંનું પ્રબંધન પણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બૉર્ડ દ્વારા કરવામાં આવશે. મંદિરની સંરચના મૂળ બાલાજી મંદિર જેવી હશે, અને મૂર્તિ પણ બાલાજી ભગવાન જેવી જ હશે.

કાલેએ કહ્યું કે, આર્કિટેક્ટ હાફિઝ કૉન્ટ્રેક્ટર આ પરિયોજનાનું નેતૃત્વ કરશે અને નવ માળના મંદિરની ડિઝાઇન બનાવશે. આ મંદિરની સંરચનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે ભોંયરા અને એક ગર્ભગૃહ હશે. પહેલા માળે ભક્તો માટે આરામ ક્ષેત્ર સાથે જ યોગ અને ધ્યાન, પ્રાર્થના જેવી ગતિવિધિઓ માટે સુવિધાઓ હશે. સાથે જ અન્ય ત્રણ માળ પર સ્ટાફ ક્વૉટર અને અતિથિઓ માટેના રૂમ સામેલ હશે.

mumbai mumbai news tirupati