આકાશ અને શ્લોકા અંબાણીની મેરેજ ઍનિવર્સરી: ટીના અંબાણીએ આપી શુભેચ્છા

09 March, 2020 12:20 PM IST  |  Mumbai

આકાશ અને શ્લોકા અંબાણીની મેરેજ ઍનિવર્સરી: ટીના અંબાણીએ આપી શુભેચ્છા

આકાશ અંબાણી, ટીના અંબાણી, શ્લોકા અંબાણી

ટીના અંબાણી સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ હોય છે. પરિવારમાં કોઈનો પણ જન્મદિવસ હોય કે પછી ઍનિવર્સરી તેઓ ઈન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર પોસ્ટ અચૂક કરે જ છે. આજે (૯ માર્ચે) મુકેશ અને નીતા અંબાણીના દીકરા આકાશની પહેલી મેરેજ ઍનિવર્સરી છે ત્યારે ટીનાએ ઈનસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આકાશ અને શ્લોકાને શુભેચ્છા આપી છે.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ટીનાએ લખ્યું છે કે, આકાશ અને શ્લોકા એકબીજા માટે પર્ફેક્ટ મૅચ છો અને પ્રેમ હંમેશા પાંગરતો રહે. હંમેશા ખુશ રહો તેવા આશીર્વાદ.

એક દિવસ પહેલા એટલે કે ૮ માર્ચે નીતા અને મુકેશ અંબાણીની ઍનિવર્સરી હતી ત્યારે પણ ટીનાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને શુભેચ્છા આપી હતી.

એટલું જ નહીં ગયા મહિને ૨૪ ફેબ્રુઆરીએ સાસુ કોકિલાબેનનો જન્મદિવસ હતો ત્યારે પણ ટીનાએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે, 'મમ્મી તમે અમારા બધા માટે પ્રેરણા છો.'

mumbai tina ambani Akash Ambani Shloka Mehta