માસ્ક વગર ૧૫ લાખ લોકોને પકડીને ૩૦ કરોડનો દંડ વસૂલ્યો

18 February, 2021 01:21 PM IST  |  Mumbai | Agency

માસ્ક વગર ૧૫ લાખ લોકોને પકડીને ૩૦ કરોડનો દંડ વસૂલ્યો

ફાઈલ તસવીર

કોરોના રોગચાળો શરૂ થયા પછી સત્તાવાળાઓએ એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં જાહેર સ્થળો પર માસ્ક પહેર્યા વગર ફરતા લગભગ ૧૫ લાખ લોકોને પકડ્યા હતા અને તેમની પાસેથી ૩૦ કરોડ રૂપિયા દંડરૂપે વસૂલ કર્યા હતા. ગયા સોમવારે માસ્ક પહેર્યા વગર પકડાયેલા ૧૩,૦૦૮ લોકો પાસેથી દંડરૂપે ૨૬,૦૧,૬૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

સૌથી વધારે ૧,૦૮,૦૬૯ લોકો મહાનગરપાલિકાના કે-વેસ્ટ વૉર્ડ (જુહુ, વિલે પાર્લે-વેસ્ટ, અંધેરી-વેસ્ટ, વર્સોવા વગેરે વિસ્તારો)માં પકડાયા હતા. સૌથી ઓછા ૨૫,૮૪૭ લોકો એમ-વેસ્ટ વૉર્ડ (અણુશક્તિનગર, દેવનાર, ચિતા કૅમ્પ, શિવાજીનગર વિસ્તારો)માં પકડાયા હતા.

mumbai mumbai news coronavirus covid19