એક કરોડ કરતાં વધુ મોબાઇલધારકોએ નવા ટેલિકૉમ ઑપરેટરો શોધવા પડશે

08 December, 2012 08:40 AM IST  | 

એક કરોડ કરતાં વધુ મોબાઇલધારકોએ નવા ટેલિકૉમ ઑપરેટરો શોધવા પડશે




આ વર્ષે ફેબ્રુઆરીમાં સુપ્રીમ ર્કોટે 2G સ્પેક્ટ્રમ ઍલોકેશન કેસમાં ટેલિનોર, વિડિયોકોન તથા તાતા ટેલિસર્વિસિસ સહિત કુલ નવ કંપનીનાં લાઇસન્સ રદ કયાર઼્ હતાં. થોડા સમય પહેલાં થયેલી હરાજીમાં આ કંપનીઓ અમુક જ પરમિટ પાછી મેળવવામાં સફળ થઈ હતી. ટેલિનોરને છ સર્કલનાં લાઇસન્સ મળ્યાં હતાં; પરંતુ મુંબઈ, કલકત્તા તથા પિમબંગનાં લાઇસન્સ મળ્યાં નહોતાં જ્યાં એના ૭૫ લાખ ગ્રાહકો હતા. વિડિયોકોન ૧૧ સર્કલમાં પોતાનાં ઑપરેશન બંધ કરશે. એની પાસે કુલ ૧૭ લાખ ગ્રાહકો છે. તાતા ટેલિસર્વિસિસે ખોટ કરતાં આસામ, નૉર્થ-ઈસ્ટ તથા જમ્મુ-કાશ્મીર માટે ફરીથી લાઇસન્સ મેળવવાનો પ્રયત્ન કર્યો નહોતો. એની પાસે ત્રણ લાખ ગ્રાહકો છે.

2G =  સેકન્ડ જનરેશન ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ