શાહરૂખ ખાનનો બંગલો જોવા મુંબઈ પહોંચેલા ત્રણ મિત્રોએ ચોર્યો ટેમ્પો, જાણો વિગત

12 August, 2022 05:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ત્રણેય મિત્રો શનિવારે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

અભિનેતા શાહરૂખનો બંગલો `મન્નત` જોવાની ઈચ્છા પૂરી કરવા ત્રણ મિત્રો મુંબઈ પહોંચ્યા. મન્નતને જોવા અને પાલી રોડ વિસ્તારમાં પિકનિક કરવા માટે પૈસા ખર્ચ્યા, પરંતુ ફરી ઘરે જવા માટે પૈસા બાકી ન હોવાથી તેમણે ટેમ્પોની ચોરી કરી હતી. આરોપીઓની ઓળખ હરિયાણાના રહેવાસી પવન શર્મા, રાજુ ગૌતમ અને સંતોષ સેન તરીકે થઈ છે. તેઓ અલગ-અલગ કામ માટે હરિદ્વાર ગયા હતા. તે જ સમયે ત્રણેયએ મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય મિત્રો શનિવારે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. તેમણે શાહરૂખ અને સલમાનના બંગલાની તસવીરો લીધી હતી. પિકનિકમાં તેના બધા પૈસા પૂરા થઈ ગયા હતા અને ઘરે પાછા જવા માટે પૈસા બચ્યા ન હતા. પછી તેમણે એક ટેમ્પો જોયો જેમાં ચાવી હતી. ચાલક ન દેખાતા તે ટેમ્પો ચાલુ કરી નાસી ગયા હતા. પોલીસે જણાવ્યું કે ટેમ્પો ચાલક નદીમ શેખ બાંદ્રા પોલીસ સ્ટેશનની બહાર ઊભો રાખીને ટેમ્પો ઉઠાવવા ગયો હતો.

જ્યારે ડ્રાઈવર પાછો ફર્યો ત્યારે તેણે ત્યાં ટેમ્પો જોયો ન હતો. તેણે એફઆઈઆર નોંધાવી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી કેમેરામાંથી જાણવા મળ્યું કે ત્રણ યુવકો ટેમ્પોની ચોરી કરીને કુર્લા થઈને ગુજરાત તરફ જઈ રહ્યા હતા. ટેમ્પો માલિકને ફોન પર FASTag મેસેજ મળ્યા બાદ પોલીસે નવસારીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ સ્વીકાર્યું કે તેઓ શાહરૂખ ખાનના પ્રશંસક છે. શાહરૂખનો બંગલો જોવા મુંબઈ આવ્યા હતા. તેમણે મન્નતની તસવીરો લીધી અને બાદમાં પાલી હિલ રોડ પર પિકનિક કરી. જ્યારે તેમની પાસે પૈસા પૂરા થઈ ગયા હતા ત્યારે તેમણે ઘરે જવા માટે ટેમ્પોની ચોરી કરી હતી.

નોંધનીય છે કે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ દેશના ખૂણે-ખૂણેથી તેમને જોવા માટે મુંબઈ પહોંચે છે. આવી સ્થિતિમાં, તેને મળવું શક્ય નથી, પરંતુ તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તેના ઘરની બહાર કલાકો સુધી રાહ જોતા રહે છે.

mumbai mumbai news Shah Rukh Khan