29 November, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍરપોર્ટ પર કોબ્રા
મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ વિસ્તારમાં ગઈ કાલે એક ત્રણ ફુટનો કિંગ કોબ્રા ચડી આવ્યો હતો. એથી આ બાબતે તરત જ સર્પમિત્ર વિકી દુબેને જાણ કરવામાં આવી હતી. વિકી દુબેએ એ કિંગ કોબ્રા કોઈને ડંખે એ પહેલાં બહુ જ સાવચેતીથી પકડી લીધો હતો અને ત્યાર બાદ એને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો.