ચાલો, બીએમસીના મુખ્યાલયની લટાર મારવા

26 January, 2021 10:34 AM IST  |  Mumbai | Chetna Sadadekar

ચાલો, બીએમસીના મુખ્યાલયની લટાર મારવા

બીએમસી મુખ્યાલય

લગભગ એક સદી પહેલાં બાંધવામાં આવેલા બેજોડ બીએમસી હેડ ક્વૉર્ટર્સ વિશે જાણવાની ઉત્કંઠા ધરાવનારાઓની આતુરતાનો અંત હવે નજીકમાં છે. બીએમસી દર રવિવારે સીએસએમટી પર આવેલા તેના હેડ ક્વૉર્ટરને જાહેર જનતા માટે ખુલ્લું મૂકી રહી છે. અઠવાડિક ગાઇડ ટૂર દ્વારા લોકો બુકમાયશૉ પરથી માત્ર ૩૦૦ રૂપિયામાં આ બિલ્ડિંગને અંદરથી જોવા માટે ઍડ્વાન્સ બુકિંગ કરાવી શકશે.

જાહેર જનતા માટે હેરિટેજ વૉક પહેલની શરૂઆત કરતાં પહેલાં ગુરુવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એનું ઉદ્ઘાટન કરશે.

મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમટીડીસી)ના મૅનેજિંગ ડિરેક્ટર આસુતોષ સલિલે કહ્યું હતું કે ‘બુકમાયશૉ પર ઍડ્વાન્સ બુકિંગ કરવા માટેની લિન્ક બીએમસીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. શનિવારે, રવિવારે અને જાહેર રજાના દિવસોએ પાલિકા સવાર-સાંજ એમ બે વખત મુલાકાતીઓને ટૂરની મંજૂરી આપશે.

આ ઉપરાંત મુલાકાતીઓ હેડ ક્વૉર્ટર વિશે અઢળક જાણકારી મેળવીને પાછા ફરે એ માટે બીએમસી એક મ્યુઝિયમ પણ તૈયાર કરશે.

બીએમસી હેડ ક્વૉર્ટર્સ બિલ્ડિંગના બીજા માળે બાંધવામાં આવેલા આર્કાઇવ્સ જોવા તેમ જ સંગ્રહાલયમાં સામગ્રી ઉમેરવા માટે નિષ્ણાતોની પણ નિમણૂક કરી છે, જ્યાં જૂના ફોટો અને જૂની ડિઝાઇન્સ પ્રદર્શિત કરવામાં આવશે.

mumbai mumbai news brihanmumbai municipal corporation