કોરોના સામેની જંગ જીતવામાં મદદરૂપ થશે આ ઑટો રિક્ષા, જુઓ વીડિયો

07 July, 2020 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના સામેની જંગ જીતવામાં મદદરૂપ થશે આ ઑટો રિક્ષા, જુઓ વીડિયો

તસવીર સૌજન્ય: ટ્વીટર

મુંબઈમાં કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમિતો માટે એક ખાસ પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત એક વિશેષ ઑટો રિક્ષા ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. ઑટો રિક્ષામાં ઓક્સિજન પણ રાખવામાં આવશે જેથી નાનામાં નાની ઝુપડપટ્ટીમાં રહેતી વ્યક્તિ સુધી સુવિધા પહોચી શકે. કોંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન મિલિંદ દેવરાએ આ વિશેષ ઑટો રિક્ષાનો અને તેની સાથે સંકળાયેલી સુવિધાઓનો વીડિયો ટ્વીટર પર શૅર કર્યો છે.

મિલિંદ દેવરાએ ટ્વીટર પર લખ્યું છે કે, COVID-19 ઓક્સિજન રિસપોન્સ વૅન મહારાષ્ટ્રના સ્લમ વિસ્તારમાં આવેલી હૉસ્પિટલોને મદદરૂપ થશે. આ ઑટો રિક્ષા મુંબઈ મહાનગર પાલિકાને સોંપવામાં આવે છે. મિલિંદ દેવરા ફાઉન્ડેશનની મદદ કરવા માટે તેમણે ગોદરેજ ગ્રુપનો અને અનંત વિશ્વવિદ્યાલયનો આભાર માન્યો હતો.

COVID-19 ઓક્સિજન રિસપોન્સ ઑટો રિક્ષામાં દર્દીઓ માટે સ્ટ્રેચર અને ઓક્સિજન સિલિન્ડરની સાથે હૅલ્થ વર્કરની પણ હશે. તેની સલામતી સુવિધા માટે આઠ સ્વચાલિત સેનિટાઈઝર નોઝલ છે, જે સ્પ્રે કરશે. ઑટો રિક્ષા ચલાવતા ડ્રાઈવરને ઈન્સ્યુલેશન લેયરની સાથે ટાર્પના ડબલ લેયરથી કવર કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આ ઑટો રિક્ષાની ડિઝાઈન એ રીતે કરવામાં આવી છે કે તે તાકીદના સમયમાં ગંભીર પરિસ્થિતિ વાળા દર્દીને પણ મદદરૂપ થઈ શકે. તાકીદના સમયમાં ઑટો રિક્ષા ઓક્સિજન પણ પુરો પાડશે. તેમજ ઑટો રિક્ષા ગલીઓમાંથી પણ પસાર થઈ શકે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.

coronavirus covid19 mumbai mumbai news