૯૮ વર્ષે અડીખમ

11 October, 2020 08:33 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

૯૮ વર્ષે અડીખમ

૯૮ વર્ષે અડીખમ

સાતેક મહિનાથી આખી દુનિયાને હચમચાવી રહેલા કોરોના વાઇરસના ખપ્પરમાં ભલભલા હોમાઈ ગયા છે ત્યારે સાંતાક્રુઝમાં રહેતાં ૯૮ વર્ષનાં ગુજરાતી સિનિયર સિટિઝને હૉસ્પિટલમાં ઍડ્મિટ થવાને બદલે ઘરે રહીને ૧૪ દિવસમાં કોરોના વાઇરસનો હિંમતપૂર્વક સામનો કરીને વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ૯૮ વર્ષની ઉંમરે જીવલેણ વાઇરસનું સંક્રમણ થયું હોવાની જાણ થયા બાદ જરાય વિચલિત થયા વિના તેઓ પરિવારના સહયોગ અને સારી શારીરિક રોગપ્રતિકાર શક્તિથી આ બીમારીમાંથી હેમખેમ બહાર આવ્યાં છે.
દાદીને બ્લડ-પ્રેશર હોવાની સાથે થોડું ઓછું સંભળાવા સિવાય કોઈ બીમારી નથી. તેઓ એકદમ સ્વસ્થ છે, એમ કહેતાં ૯૮ વર્ષનાં શાંતા મકવાણાના પૌત્ર દીપક મકવાણાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. ઘરમાં સૌપ્રથમ મારા પપ્પાને કોરોનાનું સંક્રમણ થયેલું. તેમનો અમે ઘરે જ ઉપચાર કર્યો હતો. ત્યાર બાદ મારાં મમ્મીને આ વાઇરસ ચોંટતાં તેમને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાં પડ્યાં હતાં. ઘરના ૭ સભ્યોએ કોરોના-ટેસ્ટ કરાવી હતી, જે દાદી સહિત પાંચ સભ્યની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. અમે બધાં ૧૪ દિવસ સુધી હોમ-ક્વૉરન્ટીન હતાં અને બીએમસીની ગાઇડલાઇન પ્રમાણે પ્રિકોશન લઈને રહેવાથી સ્વસ્થ થયાં હતાં.’
પાલિકાના નિયમ મુજબ ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિને કોરોનાની સારવાર કરવા હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડે, પરંતુ દાદીની કૅર કરવા એક વ્યક્તિ જોઈએ અને જો તેમને ઍડ્મિટ કરીએ તો તેઓ અનેક સવાલ કરવાની સાથે હું ક્યાં આવી ગઈ જેવી પૂછપૂરછ કરવા માંડે.’

mumbai mumbai news santacruz