દિવાળીમાં ફિલ્મો જોવાનું હવે નહીં પરવડે : ટિકિટો થશે મોંઘી

31 October, 2012 05:06 AM IST  | 

દિવાળીમાં ફિલ્મો જોવાનું હવે નહીં પરવડે : ટિકિટો થશે મોંઘી

સામાન્ય રીતે દિવાળી તેમ જ ન્યુ યર વખતે ટિકિટોના ભાવ વધતા હોય છે, આવું જ કંઈક મોટી ફિલ્મ રિલીઝ થતી હોય ત્યારે બને છે. જોકે આ વખતે આ બન્ને ઘટનાઓ ભેગી બની છે. યશ ચોપડાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’, અજય દેવગનની ‘સન ઑફ સરદાર’ તથા આમિર ખાનની ‘તલાશ’ એમ ત્રણ ફિલ્મો આ સમયગાળામાં જ રિલીઝ થઈ રહી છે. એક ટ્રેડ-એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સપ્તાહના દિવસો દરમ્યાન ટિકિટના ભાવ ૪૦ ટકા તો વીક-એન્ડ દરમ્યાન ૧૫ ટકા વધે એવી શક્યતા છે. અગાઉ લોકો આ દિવસો દરમ્યાન બ્લૅકમાં ટિકિટ ખરીદતા હતા, પણ હવે સીધા મલ્ટિપ્લેક્સવાળાને ચૂકવશે.