સ્ટુડન્ટ્સ માટે ખાસ ડિઝાઇન થયેલા તાલીમી ઇન્કિલાબની થર્ડ ઍનિવર્સરી

04 September, 2020 12:51 PM IST  |  Mumbai | Mumbai correspondent

સ્ટુડન્ટ્સ માટે ખાસ ડિઝાઇન થયેલા તાલીમી ઇન્કિલાબની થર્ડ ઍનિવર્સરી

સ્ટુડન્ટ્સ માટે ખાસ ડિઝાઇન થયેલા તાલીમી ઇન્કિલાબની થર્ડ ઍનિવર્સરી

જાગરણ ગ્રુપના ગુજરાતી ‘મિડ-ડે’ના સાથી પબ્લિકેશન ઉર્દૂ ન્યુઝપેપર ‘ઇન્કિલાબ’ના નામે ઘણા રેકૉર્ડ્સ બોલાય છે. ૮૧ વર્ષ જૂનું અને તમામ ઉર્દૂ પેપરની તુલનાએ રીડરશિપની દૃષ્ટિએ પહેલા નંબરે આવતા આ અખબારે ૨૦૧૭ની ૧૩ ઑગસ્ટે વિદ્યાર્થીઓ માટે એક ‘તાલીમી ઇન્કિલાબ’ લૉન્ચ કર્યું હતું, જેનો પહેલો અંક ૨૦૧૭ની પહેલી સપ્ટેમ્બરે પ્રકાશિત થયો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે શરૂ થયેલા ‘ઇન્કિલાબ’ના આ નવા નજરાણાને એના કન્ટેન્ટની ખાસિયતોને કારણે વિદ્યાર્થીઓને બે હાથે વધાવ્યું હતું. ઉર્દૂ ભાષામાં દર શુક્રવારે વિદ્યાર્થીઓ માટે કરીઅર ગાઇડન્સને લગતા આર્ટિકલ, તેમનામાં શૌર્ય અને સંસ્કાર વધારે એવા મહાપુરુષોના જીવનપ્રસંગોને લગતા લેખો, ઇસ્લામિક પ્રાચીન કથાઓ, શાયરી, જોક્સ, ક્રૉસવર્ડ અને વિદ્યાર્થીઓ પણ વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરી શકે એવી વ્યવસ્થા આ અખબારની ખાસિયત રહી છે. જોકે લૉકડાઉન દરમ્યાન પ્રિન્ટ કૉપી બંધ થઈ અને પીડીએફ કૉપી વાઇરલ થઈ, જેનાથી એક બીજો ચમત્કાર થયો. વિદ્યાર્થીઓને લખવાની તક આપતા આ એકમાત્ર અખબારને લૉકડાઉન દરમ્યાન માત્ર મુંબઈમાંથી જ નહીં; પણ કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કેરળ જેવા દેશનાં અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓએ વિવિધ ટૉપિક પર પોતાના વિચારો લખીને મોકલાવ્યા છે. તાલીમી દ્વારા દર મહિને બે વાર એકાદ સ્કૂલના વિદ્યાર્થીઓને બોલાવીને તેમની પાસેથી તેમને આ અખબારમાં શું ગમે છે અને શું નહીં એવો સ્ટુડન્ટ્સ રિવ્યુ લેતો તાલીમી મુલાકાતનો યુનિક કન્સેપ્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં ૧૬૦ અંક પ્રકાશિત કરનારા આ અખબારમાં સતત નિતનવા બદલાવ સાથે ભવિષ્યના ભારતનું ઘડતર થઈ રહ્યું છે.

mumbai mumbai news inquilab