કોરા કાગળ પર કરાવી લીધી સહી

28 May, 2022 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સાક્ષીનું આવું નિવેદન જ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લીન ચિટ મળવાનું સૌથી મોટું કારણ

આર્યન ખાન

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન પર ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સામેલ હોવાનો આરોપ મૂકનાર એનસીબીનો કેસ ભાંગી પડવાનું અને આર્યનને ક્લીન ચિટ મળવાનું સૌથી મોટું કારણ એ કે કેસનો એક સાક્ષી એસઆઇટી સમક્ષ ફરી ગયો હતો અને તેણે કહ્યું કે તેની પાસે કોરા કાગળ પર સહી કરાવી લેવામાં આવી હતી. આ ઉપરાંત આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં એ જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરવામાં નહોતી આવી. એટલું જ નહીં, બે સાક્ષીઓએ તો એસઆઇટીને એવું કહ્યું હતું કે તેઓ એ સમયે ત્યાં હાજર જ નહોતા.

Mumbai mumbai news aryan khan Shah Rukh Khan