આવતી કાલે અને શનિવારે પરેલ, શિવડી, નાયગાંવમાં પાણી નહીં આવે

10 September, 2020 12:52 PM IST  |  Mumbai | Mumbai correspondent

આવતી કાલે અને શનિવારે પરેલ, શિવડી, નાયગાંવમાં પાણી નહીં આવે

આવતી કાલે અને શનિવારે પરેલ, શિવડી, નાયગાંવમાં પાણી નહીં આવે

મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં પાણી પુરવઠો કરતી અનેક જૂની પાઈપલાઈન છે. આથી જર્જરિત થયેલી પાઈપલાઈનનું અવારનવાર સમારકામ કરાય છે. પાલિકા દ્વારા તબક્કાવાર આવી પાઈપલાઈન બદલવાનું કામ હાથ ધરાય છે. આવી જ રીતે એફ દક્ષિણ અને ઈ વૉર્ડમાં આવેલી અંદાજે ૪ કિલોમીટર લાંબી જૂની પાઈપલાઈન બદલવાનું કામ અંતિમ તબક્કામાં છે. જે બદલવાનું કામ આવતી કાલે અને શુક્રવારે હાથ ધરાશે. આથી પરેલ, શિવડી, નાયગાંવ અને ઘોડપદેવ વગેરે વિસ્તારમાં ૨૪ કલાક પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે.
પાલિકાએ આપેલી માહિતી મુજબ જકરીયા બંદર રોડની નીચેની ૧૦૦ વર્ષ જૂની ૧૪૫૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈન બંધ કરીને તેના સ્થાને ૧૫૦૦ મિ.મિ. વ્યાસની નવી પાઈપલાઈનમાં પાણી પુરવઠો ચાલુ કરવાનું કામ હાથ ધરાશે. આવી જ રીતે એફ દક્ષિણ વૉર્ડમાં પાણી પુરવઠો વ્યવસ્થિત કરવા માટે શિવડી ખાતે બસ ડેપો પાસે ૬૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈનનું જોડાણ નવી ૧૫૦૦ મિ.મિ. વ્યાસની પાઈપલાઈન સાથે કરવાનું કામ આવી કાલે સવારે ૧૦ વાગ્યાથી શનિવાર સવારના ૧૦ વાગ્યા સુધી હાથ ધરાશે.
આ કામને કારણે પરેલ, શિવડી, નાયગાંવ અને ઘોડપદેવ વગેરે વિસ્તારમાં ૨૪ કલાક સુધી કાં તો પાણી પુરવઠો એકદમ ખંડિત કરાશે અથવા કેટલાક સમય સુધી ઓછા દબાણથી પાણી મળશે. દાદર, હિંદમાતા, લાલબાગ વગેરે વિસ્તારમાં સામાન્ય કરતા ઓછું પાણી મળશે. આથી લોકોએ આ સમય દરમ્યાન પાણી સાચવીને વાપરવાની સૂચના પાલિકાએ આપી છે.

mumbai mumbai news