Mumbai:પ્રૉપર્ટી ટેક્સ નહીં વધે,BJP-કૉંગ્રેસ-NCP-SPના વિરોધ બાદ શિવસેનાની પીછેહટ

19 June, 2021 02:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાજપ તેમજ કૉંગ્રેસે પ્રૉપર્ટી ટૅક્સના મુદ્દે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી શિવસેનાને ઘેરી છે, જેના પછી શિવસેનાએ પ્રૉપર્ટી ટેક્સના મુદ્દે પર યૂ ટર્ન લઈ લીધો છે. આ પ્રકારના મુંબઇકરોને એક વર્ષ સુધી રાહત મળી ગઇ છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

ભાજપ તેમજ કૉંગ્રેસે પ્રૉપર્ટી ટૅક્સના મુદ્દે પ્રેસ કૉન્ફ્રેન્સ કરી શિવસેનાને ઘેરી છે, જેના પછી શિવસેનાએ પ્રૉપર્ટી ટેક્સના મુદ્દે પર યૂ ટર્ન લઈ લીધો છે. આ પ્રકારના મુંબઇકરોને એક વર્ષ સુધી રાહત મળી ગઇ છે.

પ્રૉપર્ટી ટેક્સના મુદ્દે ચારે બાજુથી ઘેરાયેલી શિવસેના તરફથી મેયર કિશોરી પેડણેકરે મોર્ચો સંભાળતા કહ્યું કે મુંબઇકરો પર કોઇ એક્સ્ટ્રા બોજ ન લાદવામાં આવે, તેમણે કહ્યું કે મુંબઇમાં એક વર્ષ સુધી પ્રૉપર્ટી ટૅક્સમાં કોઇ વધારો નહીં કરવામાં આવે. પેડણેકરે સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે પ્રૉપર્ટી ટેક્સ વધારવાનો ફક્ત પ્રસ્તાવ આવ્યો છે, તેને સ્વીકૃતિ નથી મળી. જણાવવાનું કે પ્રૉપર્ટી ટૅક્સ વધારવાના પ્રસ્તાવ પર વિપક્ષી દળો ભાજપ, કૉંગ્રેસ, રાકાંપા, સપા તેમજ આમ આદમી પાર્ટીએ શિવસેના પર હુમલો કર્યો છે, જેને કારણે શિવસેના બૅકફુટ પર આવી ગઈ. ભાજપ તેમજ કૉંગ્રેસ તો આને હજી પણ ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયત્ન કરવા લાગી છે.

બીએમસી કાયદા હેઠળ પ્રૉપર્ટી ટેક્સમાં દર પાંચ વર્ષ પછી સુધારો કરવામાં આવે છે. 2015માં આમાં સુધારો કરવામાં આવ્યો હતો. તેના પછી વર્ષ 202માં જ આમાં સુધારો થવાનો હતો, પણ કોરોના સંકટને કારણે રાજ્ય સરકારે વૃદ્ધિને સ્થગિત કરી દીધો હતો. જૂન 2021માં તેમાં રેડીરેકનર દર પ્રમાણે 14 ટકા વૃદ્ધિનો પ્રસ્તાવ બીએમસી પ્રશાસને સ્થાઇ સમિતિમાં રજૂ કર્યો છે.

પ્રૉપર્ટી ટેક્સ વધારવાના પ્રસ્તાવ પર ભાજપે શિવસેનાને હોટલના માલિકો અને બિલ્ડરોની હિતૈષી પાર્ટી જણાવી છે. બીએમસીમાં ભાજપ ગટના નેતા પ્રભાકર શિંદેએ આરોપ મૂક્યો છે કે હોટલ વ્યવસાઇકો, બિલ્ડરો કે કૉન્ટ્રેક્ટરોના કરોડો રૂપિયા માફ કરનારી બીએણસી કોરોના સંકટ દરમિયાન મુંબઇકરો પર ટેક્સનો બોજ લાદે છે. અપ્રત્યક્ષ રૂપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધતા શિંદેએ કહ્યું કે મુંબઇમાં 500 સ્ક્વેરફૂટથી ઓછું ક્ષેત્રફળ ધરાવતા ઘરોનું પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવાથી ના પાડી છે. રાજ્યમાં શિવસેનાની સરકાર દોઢ વર્ષથી છે, પણ મુંબઇકરોના 500 સ્ક્વેરફૂટના ઘરોનું પ્રૉપર્ટી ટૅક્સ માફ કરવામાં આવ્યો નથી.

Mumbai mumbai news shiv sena