રાહુલ ગાંધીમાં જરીકે સાતત્ય નથી : શરદ પવારનું મોટું નિવેદન

05 December, 2020 09:52 AM IST  |  Mumbai | Agencies

રાહુલ ગાંધીમાં જરીકે સાતત્ય નથી : શરદ પવારનું મોટું નિવેદન

શરદ પવાર

કૉન્ગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનિયતા પર ટિપ્પણી કરતાં એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે રાહુલ ગાંધીમાં કેટલાંક અંશે ‘સાતત્ય’ની ઉણપ લાગે છે. કૉન્ગ્રેસના સહયોગી શરદ પવારે જોકે કૉન્ગ્રેસ નેતા પર બરાક ઓબામાની ટિપ્પણીને લઈને કડક નિંદા કરી છે.
શરદ પવારને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે દેશ રાહુલ ગાંધીને નેતા માનવા માટે તૈયાર છે, તો કહ્યું કે આ સંબંધમાં કેટલાક સવાલ છે. રાહુલ ગાંધીમાં નિરંતરતાની ઉણપ લાગે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં પ્રકાશિત પોતાની બુકમાં કહ્યું હતું કે કૉન્ગ્રેસ નેતા શિક્ષકને પ્રભાવિત કરવા માટેના એવા વિદ્યાર્થીની જેવા લાગે છે જેમાં વિષયમાં મહારત પ્રાપ્ત કરવા તેમ જ યોગ્યતા અને ઝનૂનની ઉણપ છે.
જોકે શરદ પવારને બરાક ઓબામાને લઈને પૂછવામાં આવ્યું તો કહ્યું કે આ જરૂરી નથી કે આપણે બધાના વિચારનો સ્વીકાર કરીએ. પવારે કહ્યું કે હું પોતાના દેશના નેતૃત્વ અંગે કાંઈ પણ કહી શકું છું, પરંતુ બીજા દેશના નેતૃત્વ અંગે હું વાત ન કરી શકું. કોઈ પણ વ્યક્તિએ પોતાની બોર્ડર બનાવીને રાખવી જોઈએ. મને લાગે છે કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાની સરહદ પાર કરી છે.
કૉન્ગ્રેસના ભવિષ્ય માટે જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી પાર્ટી માટે ‘બાધા’ બની રહ્યા છે, તો શરદ પવારે કહ્યું કે કોઈ પણ પાર્ટીનું નેતૃત્વ એ વાત પર નિર્ભર કરે છે કે સંગઠનની અંદર તેને કઈ રીતે સ્વીકાર કરવામાં આવે છે.

rahul gandhi national news sharad pawar