પશ્ચિમ રેલવેમાં હવે ૩ જોખમી બ્રિજ બાકી રહ્યાં

23 November, 2020 12:45 PM IST  |  Mumbai | Rajendra B. Aklekar

પશ્ચિમ રેલવેમાં હવે ૩ જોખમી બ્રિજ બાકી રહ્યાં

પશ્ચિમ રેલવેમાં હવે ૩ જોખમી બ્રિજ બાકી રહ્યાં

લૉકડાઉનનો ઉપયોગ રેલવેએ તેની માળખાકીય સુવિધાઓમાં બદલાવ કરવા, સુધારો કરવા તેમ જ નવીન નિર્માણ માટે કર્યો હોય એમ લાગી રહ્યું છે. આઇઆઇટી બૉમ્બે દ્વારા પશ્ચિમ રેલવેના લગભગ ૧૬ ફુટઓવર બ્રિજ (એફઓબી) જોખમી જાહેર કર્યા હતા. લૉકડાઉનના સમયગાળામાં આમાંના ૧૩ એફઓબી તોડી પડાયા છે. આમાંના એક બ્રિજને આ અઠવાડિયાના અંતમાં જ તોડી પાડવામાં આવ્યો છે. બાકીના ત્રણ બ્રિજને વર્ષાન્ત સુધીમાં તોડી પાડવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનામાં પ.રેલવેએ અનેક એફઓબી તેમ જ સ્કાયવૉક બાંધ્યા છે. આ ઉપરાંત અનેક રોડ ઓવર બ્રિજ (આરઓબી) અને એફઓબીનું રિપેરિંગ કામ પણ પૂર્ણ કર્યું છે. હાલમાં જ ૨૦ અને ૨૧ નવેમ્બર વચ્ચે પડતી રાત્રિએ માહિમ અને માટુંગા રોડ વચ્ચેના બ્રિજને તોડવાનું કામ પૂર્ણ થયું હતું, એમ પ.રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું. આના સ્થાન પર એક નવો એફઓબી બાંધવામાં આવ્યો છે તેમ જ મુસાફરોના વપરાશ માટે ખુલ્લો મૂકાયો છે. આ સાથે જ પ.રેલવે દ્વારા આઇઆઇટી બૉમ્બે દ્વારા અસુરક્ષિત કે જોખમી શ્રેણીના જાહેર કરેલા ૧૬માંથી ૧૩ બ્રિજ સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યા છે.

mumbai mumbai news rajendra aklekar western railway