કામવાળાઓએ મહિનાના ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી

27 July, 2020 01:17 PM IST  |  Mumbai Desk | Anurag kamble

કામવાળાઓએ મહિનાના ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી

શનિવારે ચેમ્બુરમાં આયોજિત રૅલીમાં મોટી સંખ્યામાં ઘરકામ કરનારાઓએ ભાગ લીધો હતો (તસવીર ઃ રાજેશ ગુપ્તા)

અનલૉક પ્રોસેસના ભાગરૂપે સરકાર રાજ્યમાં ધીમે-ધીમે બધા ઉદ્યોગો શરૂ કરી રહી છે. તેમ છતાં, અસંગઠિત ક્ષેત્રના કામદારો, જેમાં મુખ્યત્વે ઘરનોકરોનો સમાવેશ થાય છે, તેઓને કોવિડ-19ની મહામારીને કારણે સૌથી વધુ સહન કરવું પડ્યું છે. કોવિડ-19ની મહામારીને પગલે તેમના માલિકોએ તેમને કામ પર પાછા બોલાવવાની ના પાડી દીધી હોવા ઉપરાંત સરકાર તરફથી કામ પર પાછા ફરવા માટેના યોગ્ય માર્ગદર્શનને અભાવે રાજ્યના સ્થાનિક કામદારોએ પોસ્ટકાર્ડ ઝુંબેશ શરૂ કરી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યા છે, જેમાં કોવિડ-19ની મહામારીનો ભય રહે ત્યાં સુધી સરકાર પાસે મહિને ૧૦,૦૦૦ રૂપિયાની માગણી કરી છે. કોરોનાની મહામારીને કારણે મોટા ભાગના ઘરનોકરોએ એપ્રિલ મહિનાથી પોતાનો રોજગાર ગુમાવ્યો છે. લગભગ ૨૫ ટકાને કામ પરથી છુટા કરવામાં આવ્યા છે,
ઘરનોકરોની વ્યથા વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં રાષ્ટ્રીય ઘરેલુ કામગાર ચળવળના કો-ઑર્ડિનેટર દ્યાનેશ પાટીલે કહ્યું હતું કે ‘નૅશનલ ડોમેસ્ટિક વર્કર્સ વેલ્ફેર ટ્રસ્ટ અને મહારાષ્ટ્ર રાજ્ય ઘરકામગાર યુનિયન નામનાં બન્ને સંગઠિત યુનિયનોએ રાજ્યના ડોમેસ્ટિક વર્કર્સ વેલ્ફેર બોર્ડના ડેવલપમેન્ટ કમિશનર સમક્ષ ઘરનોકરોને સપોર્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમને હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.’

anurag kamble mumbai mumbai news