વિધાનસભાનું શિયાળુ સત્ર આ વર્ષે પણ મુંબઈમાં યોજાય એવી શક્યતા

26 November, 2021 10:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભાનું શિયાળુ સત્ર પહેલાં ૭ ડિસેમ્બરથી શરૂ થવાનું હતું, પણ વિધાન પરિષદની ૬ બેઠકો માટેની ચૂંટણી ૧૦ ડિસેમ્બરે યોજાવાની હોવાથી એની આચારસંહિતા લાગુ હોવાથી એ સત્ર હવે ૨૦થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન મુંબઈમાં યોજાય એવી શક્યતા છે. 

વિધાનસભાનું શિયાળુ સત્ર આ વર્ષે પણ મુંબઈમાં યોજાય એવી શક્યતા

રાજ્યની વિધાનસભાનું શિયાળુ સત્ર મોટા ભાગે નાગપુરમાં થાય છે, પણ ગયા વર્ષે કોરોનાને કારણે એ મુંબઈમાં યોજાયું હતું. આ વર્ષે પણ હજી કોરોનાનો સંપૂર્ણપણે ખાતમો થયો ન હોવાથી એ મુંબઈમાં જ યોજાય એવી શક્યતા છે. વિધાનસભાનું શિયાળુ સત્ર પહેલાં ૭ ડિસેમ્બરથી શરૂ થવાનું હતું, પણ વિધાન પરિષદની ૬ બેઠકો માટેની ચૂંટણી ૧૦ ડિસેમ્બરે યોજાવાની હોવાથી એની આચારસંહિતા લાગુ હોવાથી એ સત્ર હવે ૨૦થી ૨૯ ડિસેમ્બર દરમ્યાન મુંબઈમાં યોજાય એવી શક્યતા છે. 

Mumbai mumbai news