ટ‍્‍‌વિન બહેનોને ટેન્થમાં ટકા પણ સરખા આવ્યા

13 July, 2020 08:44 AM IST  |  Mumbai | Urvi Shah Mestry

ટ‍્‍‌વિન બહેનોને ટેન્થમાં ટકા પણ સરખા આવ્યા

ઉષ્મા અને ઊર્જા વેદ. જમનાબાઈ નરસી સ્કૂલ

જુહુમાં રહેતી ટ્વિન બહેનો ઊર્જા વેદ અને ઉષ્મા વેદ શુક્રવારે જાહેર થયેલા પરિણામ આઇસીએસઈ બોર્ડ દસમામાં બન્ને એકસરખા ૯૮ ટકા લાવી હતી. સરખા ચાર સબ્જેક્ટ્સમાં બન્નેએ સોમાંથી પૂરા સો માર્ક્સ મેળવ્યા હતા. તેઓએ પોતાની સફળતાનો શ્રેય પેરન્ટ્સ અને ટીચર્સને આપ્યો હતો. ઊર્જા કૉમર્સ લાઇન લઈને આગળ એમબીએ કરશે જ્યારે ઉષ્મા સાયન્સ લાઇન લઈને ડૉક્ટર બનવાનું તેનું સ્વપ્ન છે.
સ્ટડીની સાથે મને સ્પોર્ટ્સમાં પણ બહુ ઇન્ટરેસ્ટ હોવાથી હું મારી જમનાબાઈ નરસી સ્કૂલમાં ફુટબૉલ ટીમમાં કૅપ્ટન પણ રહી ચૂકી છું એમ કહેતાં ઊર્જા વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ભણવાની સાથે મેં સ્ટડી પર પણ ફોક્સ કર્યું હતું. મને લિટરેચર ઇન ઇંગ્લિશ, હિસ્ટ્રી અૅન્ડ સિવિક્સ, જોગ્રોફી, બાયાલૉજી અને ફિજિકલ એજ્યુકેશનમાં સો માર્કસ પૂરા મળ્યા છે. જ્યારે મારી ફુટબૉલ મૅચ હોય ત્યારે આખો દિવસ મૅચમાં જતો, ત્યારે ઘરે આવી થોડો રેસ્ટ લીધા પછી તરત હું સ્ટડી પૂરું કરી દેતી અને કેટલીક વખત તો પ્રિલિમ્સ સમયે પણ ફુટબૉલ મૅચ હોવાથી હું મારી સાથે બુક્સ લઈને જતી. આ સિવાય મને ડાન્સિંગમાં પણ ખૂબ જ રસ હોવાથી ડાન્સ માટે પણ હું મારો સમય કાઢી લેતી હતી. આમ મેં ભણવાની સાથે મારા શોખ માટે પણ સમય કાઢ્યો હતો.
સ્કૂલ અને ક્લાસમાં જે ચેપ્ટર ભણ્યું હોય એને ઘરે જઈને હું રિવાઈઝ કરી લેતી અને રોજેરોજનો મારો અભ્યાસ પૂરો કરી લેતી એમ કહેતાં ઉષ્મા વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું પણ ફુટબૉલ ટીમમાં હતી. મને પણ લિટરેચર ઇન ઇંગ્લિશ, હિસ્ટ્રી અૅન્ડ સિવિક્સ, જોગ્રોફી, બાયાલૉજી અને ફિજિકલ એજ્યુકેશનમાં સો માર્કસ પૂરા મળ્યા છે. હું કૉમર્સ લાઇનમાં જ આગળ વધીશ.
ટ્વિન બહેનોની મમ્મી ડૉ. મેઘના વેદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઉષ્મા અને ઊર્જાનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૨૦૦૪ લીપ યરમાં થયો હતો. બન્ને બહેનો મહેનતુ છે. તેઓનો હંમેશાં ટૉપ ફાઇવમાં નંબર આવે અને ઉષ્માને ધોરણ દસમાં બેસ્ટ સ્ટુડન્ટ્સનો અવૉર્ડ પણ મળ્યો હતો. સ્પોર્ટ્સમાં તો આગળ છે જ, આ સિવાય બન્ને બહેનો ડાન્સ ક્ષેત્રે પણ આગળ છે. મને મારી બન્ને દીકરીઓ પર ગર્વ છે.

mumbai mumbai news urvi shah-mestry juhu