ટ્રાન્સપોર્ટરોએ લીધો રાહતનો શ્વાસ

14 January, 2022 10:05 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

સરકારે તેમની વાત સાંભળીને રાજ્યમાં ઍન્ટ્રી માટે ડબલ ડોઝ અથવા આરટી-પીસીઆરનો રિપોર્ટ ફરજિયાત કરવાનો આદેશ પાછો ખેંચ્યો

ટ્રાન્સપોર્ટરોએ લીધો રાહતનો શ્વાસ


મુંબઈ : ટ્રાન્સપોર્ટરોએ ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે વાતચીત બાદ તેઓ સરળતાપૂર્વક જીવનાવશ્યક ચીજોની બોર્ડર પાર સપ્લાય સરળતાપૂર્વક કરી શક્યાં હતાં તથા તેઓએ રાજ્યમાં દાખલ થવા માટે બેવડી રસીકરણ અથવા નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ-રિપોર્ટ ફરજિયાત કરવા તેમ જ અન્ય નવા કોવિડ-19 નિયમો વિશેની તેમની ચિંતાઓને પ્રકાશિત કરવા બદલ ‘મિડ-ડે’નો પણ આભાર માન્યો. 
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં રાજ્યમાં રોડ માર્ગે પ્રવેશ કરનારા લોકો માટે ડબલ વૅક્સિનનું સર્ટિફિકેટ તેમ જ આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. 
જોકે આ બાબતને તત્કાળ સંજ્ઞાન પર લેવામાં આવી અને સિંગલ ડોઝ લેનારા ડ્રાઇવર્સને પણ પ્રવેશની છૂટ આપવા વિનંતી કરવામાં આવી, જે માટે ઑલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને કોર કમિટીના સભ્ય બાલ મલકિત સિંહે ‘મિડ-ડે’નો આભાર માનતા કહ્યું હતું કે અમે બે ડોઝ વચ્ચેનો ગાળો ઘટાડવા કે પછી સિંગલ ડોઝ લેનારા ડ્રાઇવર્સને પ્રવેશની પરવાનગી આપવા તેમ જ  રાજ્યની સરહદ પર સેકન્ડ ડોઝની સુવિધા ઉપલબ્ધ કરી આપવા વિનંતી કરી હતી.

mumbai mumbai news coronavirus