તાળાં તોડીને ૫૩૦ ગ્રામ સોનું ચોરનાર ચોરો અંતે પોલીસને હાથ લાગ્યા

14 September, 2019 02:59 PM IST  |  મુંબઈ

તાળાં તોડીને ૫૩૦ ગ્રામ સોનું ચોરનાર ચોરો અંતે પોલીસને હાથ લાગ્યા

પોલીસ દ્વારા 44 ઘરોનાં તાળાં તોડનારા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

 

મુંબઈઃ (‌મિડ-ડે પ્ર‌તિ‌‌નિ‌‌‌ધિ) વસઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૩ એવા આરોપીઓને પકડવામાં આવ્યા છે જેણે વસઈ, નાલાસોપારા, વિરાર અને મુંબઈના ‌વિ‌વિધ ‌વિસ્તારોના ૪૪ ઘરોમાં ચોરી કરી હતી. આરોપીઓએ લગભગ ૨૨ લાખ રૂ‌પિયાનું ૫૩૦ ગ્રામ સોનું ચોરી કર્યું હતું.

નાલાસોપારામાં રહેતા ૪૮ વર્ષના રાજેશ ભેડાના ઘરમાંથી ૨૨ ફેબ્રુઆરીના સોનાના દાગીના ચોરી કરવામાં આવ્યા હતા. વસઈના રહેવાસી મનોજ શર્મા, બાબા મો‌હિતે, ‌વિજય ઉર્ફે કૈલાશ જેસ્વાલ ત્રણેયની આ ચોરીના કેસ બદલ ધરપકડ કરવામાં આવી હતી. વસઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચના એપીઆઈ ‌સિદ્વવા જયભાયેના કહેવા પ્રમાણે ‘સીસીટીવી કૅમેરાના ફુટેજ અને અન્ય માહિતીના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમની પોલીસ કસ્ટડી વખતે તપાસ કરતાં પોલીસને જાણ થઈ હતી કે આ આરોપીઓ પાલઘર, થાણે, નવી મુંબઈ, મુંબઈ વગેરે ‌વિસ્તારોનાં ૪૪ ઘરોમાંથી સોનાના દાગીનાની ચોરી કરી છે. એટલું જ નહીં પણ બાબા મો‌હિતે હાલમાં જ એક મર્ડર કેસમાં થાણે સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યો છે. હાલમાં અમે બે અન્ય આરોપીઓને પણ શોધી રહ્યા છીએ. તેમ જ ચોરો પાસેથી બધા સોનાના ચોરેલા દાગીના જપ્ત કરવામાં આવ્યા છે.’

mumbai news Crime News