નવા વર્ષની ઉજવણી માટે ચોરી કરનારા પકડાઈ ગયા

08 January, 2021 10:16 AM IST  |  Mumbai | Mumbai correspondent

નવા વર્ષની ઉજવણી માટે ચોરી કરનારા પકડાઈ ગયા

પોલીસે ચોરો પાસેથી જપ્ત કરેલા સોના-ચાંદીના દાગીના

નવા વર્ષના આગમનની ઉજવણી સૌકોઈને કરવાની ઇચ્છા હોય જ હોય છે, પરંતુ એની ઉજવણી માટે ચોરી કરવી એ કદાચ આપણે પહેલી વખત સાંભળ્યું હશે. હા, દહિસર પોલીસે એવા ચાર ચોરોને પકડી પાડ્યા છે જેમણે નવા વર્ષની ઉજવણી કરવા માટે ચોરી કરી હતી. પોલીસે ચાર ચોર પાસેથી સોના-ચાંદીના દાગીના અને ૧૫,૦૦૦ રૂપિયા કૅશ પણ જપ્ત કર્યા છે.
દહિસરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર એમ. એમ મુજાવરે જણાવ્યું કે ‘પોલીસે પકડી પાડેલા ચારેચાર આરોપીઓ મલાડના માલવણીના રહેવાસી છે અને તેમના પર ચોરીના અનેક કેસ નોંધાયેલા છે. દહિસરના બાબલીપાડાની એક સોસાયટીના ફ્લૅટનો પરિવાર બહાર ગયો હતો ત્યારે સોના-ચાંદીનાં ઘરેણાં સહિત લગભગ બે લાખ રૂપિયાથી વધુની ચોરી થઈ હતી. આ વિશે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ-ટીમે ટેક્નિકલ તપાસના આધારે પોલીસ-રેકૉર્ડના આરોપી વિશે માહિતી ભેગી કરીને માલવણીથી સમીમ ઉર્ફે વિક્કી, અબ્દુલ અન્સારી, રેસલ સની અને જોહર અલીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની સખતાઈથી પૂછપરછ કર્યા બાદ આ લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે ચોરીને અંજામ આપી રહ્યા હતા. પોલીસે ચોરો પાસેથી એક કિલો ચાંદી અને સોનાના દાગીના તથા ૧૫,૦૦૦ રૂપિયા જપ્ત કર્યા હતા.’

mumbai mumbai news