એટીએમ સેન્ટરમાં વિસ્ફોટ કરીને ચોરો ૨૮ લાખની રોકડ ઉઠાવી ગયા

22 July, 2021 12:52 PM IST  |  Mumbai | Agency

અજાણી વ્યક્તિઓ એક એટીએમ સેન્ટરમાં વિસ્ફોટ કરીને ૨૮ લાખ રૂપિયા કરતાં વધુ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પુણેમાં ચાકન એમઆઇડીસી ખાતે મંગળવારે મધરાત બાદ અજાણી વ્યક્તિઓ એક એટીએમ સેન્ટરમાં વિસ્ફોટ કરીને ૨૮ લાખ રૂપિયા કરતાં વધુ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સંભવિતપણે બે ચોરોએ ભાંભોલીમાં ચાકન એમઆઇડીસી ખાતે આવેલા એટીએમ સેન્ટરમાં વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો એમ પિંપરી-ચિંચવડ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું. પિંપરી-ચિંચવડ પોલીસના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ મન્ચાક ઇપ્પરે જણાવ્યું હતું કે ચોરોએ વિસ્ફોટકોની મદદથી મશીનમાં વિસ્ફોટ કર્યો હોય અને ૨૮થી ૩૦ લાખની રોકડની ચોરી કરી હોય એવું લાગે છે.
ફૉરેન્સિક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને બ્લાસ્ટ માટે કેવી વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ થયો હતો એની ખરાઈ કરવા સૅમ્પલ્સ લીધાં હતાં. અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચોરોએ ટીએનટી ડિટોનેટર, જિલેટિન સ્ટિક્સ કે અન્ય વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો કે કેમ એની પુષ્ટિ કરવી હજી બાકી છે. સીસીટીવી કૅમેરાના ફૂટેજમાં બે ચોર દેખાય છે.’ 

Mumbai mumbai news