✕

મતદારયાદી સુધારણા ઝુંબેશ સામે ઠાકરેબંધુ ૪ ઑક્ટોબરે મુંબઈમાં કાઢશે સંયુક્ત મોરચો

28 September, 2026 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મોરચો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેનાના બૅનર હેઠળ યોજાશે

ઠાકરે બ્રધર્સ

મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાના વિરોધમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ૪ ઑક્ટોબરે મુંબઈમાં એક સંયુક્ત વિરાટ મોરચો કાઢવાની જાહેરાત કરી છે.
સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે આ મોરચો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેનાના બૅનર હેઠળ યોજાશે, પરંતુ વાસ્તવમાં આ એક જનઆંદોલન હશે જેનો મુખ્ય ઉદ્દેશ મતદારયાદી સુધારણા પ્રક્રિયા સામે ઊભા થયેલા ગંભીર પ્રશ્નો તરફ ધ્યાન દોરવાનો છે. આ મોરચાના ચોક્કસ સ્થળ અને સમયની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.’

અભિજિત દીપકેને શિવાજી પાર્કમાં પ્રદર્શન કરવાની પરવાનગી નકારાઈ
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના અભિજિત દીપકેએ બીજી ઑક્ટોબરે શિવાજી પાર્ક ખાતે ચૂંટણીપંચ સામે વિરોધ-પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. જોકે મુંબઈ પોલીસે રવિવારે હાઈ કોર્ટના નિર્દેશો અને ટ્રાફિકમાં વિક્ષેપ પડવાની શક્યતાને ટાંકીને શિવાજી પાર્ક ખાતે વિરોધ-પ્રદર્શન માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. પોલીસ કહ્યું હતું કે અરજદાર મેદાનના ઉપયોગ માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) તરફથી ફરજિયાત પરવાનગી પત્ર સબમિટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

mumbai news mumbai raj thackeray uddhav thackeray special intensive revision sir shivaji park abhijit dipake