માનસિક વિકૃતિની વરવી વાસ્તવિકતા

25 November, 2021 08:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકૃત પ્રેમી-પ્રેમિકાએ સગીર ભાઈ-બહેનને પોતાની વાસનાનો શિકાર બનાવ્યાં : કલ્યાણની ચોંકાવનારી ઘટનામાં ૨૧ વર્ષની પ્રેમિકાએ તેના કુટુંબીજનના ૧૪ વર્ષના પુત્રનું તો પ્રેમીએ સગીરની બહેનનું શારીરિક શોષણ કર્યું

માનસિક વિકૃતિની વરવી વાસ્તવિકતા

મુંબઈ નજીકના કલ્યાણમાં પ્રેમી અને પ્રેમિકાએ માનસિક વિકૃતિની દરેક હદ વટાવી નાખવાનો મામલો સામે આવ્યો છે. ૨૧ વર્ષની યુવતીએ તેના મામાના ૧૪ વર્ષના સગીર દીકરાનું તો તેના ૨૯ વર્ષના પ્રેમીએ આ સગીરની માઇનર બહેનનું શારીરિક શોષણ કર્યું હોવાનો મામલો થાણેના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. તાજેતરમાં જ ડોમ્બિવલીમાં એક માઇનર ગર્લ પર ૩૩ લોકોએ બળાત્કાર કરવાની ઘટના હજી તાજી જ છે ત્યાં માનસિક વિકૃતિનો કેસ સામે આવતાં લોકો ચોંકી ઊઠ્યા છે.
પોલીસે આપેલી માહિતી મુજબ થાણેના કોલસેવાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક સોસાયટીમાં ૨૩ વર્ષની એક યુવતી તેના પ્રેમી સાથે રહે છે. આ યુવતીના નજીકનું એક કુટુંબ પાડોશમાં રહે છે. આ કુટુંબમાં ૧૪ વર્ષનો એક કિશોર છે. યુવતી આ કિશોરને પોતાના ઘરે બોલાવીને તેની સાથે છેલ્લા કેટલાક સમયથી શારીરિક સંબંધ બાંધતી હતી. થોડા સમય સુધી આવું કર્યા બાદ યુવતીએ કિશોરની નાની બહેન સાથે પોતાના પ્રેમીનો શારીરિક સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. બન્ને ભાઈ-બહેન સગીર હોવાની સાથે તેમને આ વિશે કોઈને કંઈ કહ્યું તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં તેઓ કોઈને કહેતાં ડરતાં હતાં. જોકે બાદમાં એક સમયે તો યુવતીએ માઇનર ગર્લને કહ્યું હતું કે આપણે બન્ને મારા બૉયફ્રેન્ડ સાથે સેક્સ માણીએ. એક-બે વખત આવી રીતે શારીરિક શોષણ થયા બાદ સગીર ભાઈ-બહેનોએ તેમના પરિવારજનોને આ વિશે કહ્યા બાદ તેમણે કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં પેલી યુવતી અને તેના બૉયફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ૨૧ વર્ષની યુવતી મહારાષ્ટ્રિયન પરિવારની છે તો તેનો ડોમ્બિવલીમાં રહેતો ૨૯ વર્ષનો પ્રેમી ઉત્તર પ્રદેશનો વતની છે. બન્ને આરોપી માનસિક રીતે વિકૃત હોવાથી તેમણે સગીર ભાઈ-બહેનને પોતાની હવસનો શિકાર બનાવ્યાં હોવાનું તેમની પૂછપરછ પરથી જણાઈ આવ્યું છે. તેઓ વારાફરતી પીડિત ભાઈ-બહેનને પોતાની સાથે જુદા-જુદા સ્થળે લઈ જઈને તેમનું શારીરિક શોષણ કરતાં હતાં. 
કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બશીર શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પૉસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધીને એક યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. ફરિયાદી સગીર ભાઈ-બહેન આરોપી યુવતીના નજીકના સંબંધી છે. બન્ને આરોપીને નાની ઉંમરના સગીરો સાથે સેક્સ માણવામાં મજા આવતી હોવાથી તેમણે આ ભાઈ-બહેનને પોતાની વાસના સંતોષવા માટે શિકાર બનાવ્યાં હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.’
આ કેસના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર અરવિંદ વળવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી યુવતી ૨૧ વર્ષની છે તો તેનો બૉયફ્રેન્ડ ૨૯ વર્ષનો છે. પૂછપરછ પરથી લાગી રહ્યું છે કે બન્ને માનસિક વિકૃત છે. યુવતી તેના મામાના ૧૪ વર્ષના દીકરાને પોતાના ઘરમાં તે એકલી હોય ત્યારે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતી તો તેની નાની બહેનને પોતાની સાથે બહાર ફરવા લઈ જવાના બહાને કોઈક સ્થળે લઈ જતી જ્યાં તેની સાથે તેનો પ્રેમી શારીરિક સંબંધ બાંધતો હતો. અમે બન્નેની ધરપકડ કરી છે.’ 

Mumbai mumbai news