ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પુણેમાં પ્રતિબંધ મુકાયો

16 August, 2020 10:24 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પુણેમાં પ્રતિબંધ મુકાયો

પ્રતીકાત્મક તસવીર

સંસ્કૃતિ નગરી પુણેમાં સાર્વજનિક ગણેશોત્સવનું અનેરું મહત્ત્વ છે. બાવીસ ઑગસ્ટથી આ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે કોરોનાના સમયમાં લોકોની ગિરદી ન થાય એ માટે અહીં ફુટપાથ પર ગણેશમૂર્તિના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પુણેમાં ઘરે-ઘરે ગણેશમૂર્તિની સ્થાપના કરાતી હોવાથી મોટા પ્રમાણમાં ગણેશમૂર્તિનું વેચાણ અનેક ગેરકાયદે સ્ટૉલ કે ફુટપાથ પર થાય છે.

આવી રીતે ગણેશમૂર્તિનું વેચાણ કરતા દરેક લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ પુણે મહાનગરપાલિકાના મેયર મુરલીધર મોહોળે ગઈ કાલે આપ્યો હતો. રસ્તાની બાજુમાં કે ફુટપાથ પર ગણેશમૂર્તિનું વેચાણ કરનારાઓને મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોના ક્લાસરૂમમાં ગણેશમૂર્તિના વેચાણની ફ્રી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

પુણે મહાનગરપાલિકા દ્વારા દરેક ગણેશમૂર્તિ વિક્રેતાને ગણપતિની મૂર્તિની સાથે એક કિલો અમોનિયમ બાયોકાર્બોરેટ આપવાનો આદેશ પણ અપાયો છે. આ રસાયણનો પુરવઠો પાલિકાની વિવિધ ઑફિસમાંથી આપવામાં આવશે.

pune mumbai news mumbai ganesh chaturthi