મુંબઇઃ શહેરમાં ઇમારતો ધસી પડી, કાઠમાળ નીચે અનેક ફસાયાની શક્યતા

16 July, 2020 06:39 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મુંબઇઃ શહેરમાં ઇમારતો ધસી પડી, કાઠમાળ નીચે અનેક ફસાયાની શક્યતા

મલાડમાં પડેલી બિલ્ડિંગની તસવીર

મુંબઇમાં બે દિવસથી સતત ભારે વરસાદ પડવાને કારણે એક રહેણાંક વિસ્તારમાં આવેલી એક પાંચ માળની બિલ્ડિંગનો અમુક ભાગ પડી ગયો છે. અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કેટલાય લોકો કાઠમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, "ફસાયેલા લોકો માટે શોધ અભિયાન ચાલું છે. સ્થાનિક લોકો પ્રમાણે, ઘણાં લોકો ફસાયેલા છે, પણ અમે હજી પુષ્ઠિની રાહ જોઇ રહ્યા છીએ."

દક્ષિણ મુંબઇના ફોર્ટ વિસ્તારમાં ગુરૂવારે પાંચમાળની બિલ્ડિંગનો એક ભાગ પડી ગયો છે. અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કેટલાય લોકો કાઠમાળ નીચે ફસાયા હોવાની શક્યતા છે. તો બીજી તરફ ગ્રાંટ રોડ વિસ્તારમાં બુધવારે એક ત્રણ માળની જૂની બિલ્ડિંગનો એક ભાગ પડી જવાથી બે વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી, જ્યારે અન્ય પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા. આ માહિતી બીએમસીએ આપી.

બીએમસીએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે આ ઘટના ઘટી. તેમણે કહ્યું કે અદનવાલા ઇમારતના બીજાં અને ત્રીજાં માળની દીવાલ પડી ગઈ, જેના પછી રાહત તેમજ બચાવ કાર્ય માટે બે ફાયરબ્રિગેડના વાહન અને એક એમ્બ્યુલેન્સ ઘટના સ્થળે પહોંચી. બીએમસીએ જણાવ્યું કે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત લોકોને નજીકના એચએન રિલાયન્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યારે અગ્નિશનમ કર્મચારીઓએ અન્ય પાંચ લોકોને સુરક્ષિત બચાવી લીધા છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર ગૃહ નિર્માણ તેમ જ ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ(મ્હાડા)ની આ ઇમારતમાં 20 પરિવાર રહેતાં હતાં. બધાં પરિવારોને પશ્ચિમી ઉપનગરની શિબિરોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, બીએણસીએ જણાવ્યું કે શહેરમાં ઘર કે દીવાલ પડવાની અન્ય ત્રણ ઘટનાઓ પણ થઈ પરંતુ આમાં કોઇના પણ ઇજાગ્રસ્ત થવાના કોઇ સમાચાર નથી.

તો, બીજી તરફ અન્ય એક ઘટના મુંબઇના મલાડ ઉપનગરના માલવણીમાં એક ત્રણ માળની ચૉલ પડી ગઈ છે જેમાં એકનું મોત થયું જ્યારે 9ને બચાવી લેવામાં આવ્યા છે.

mumbai mumbai news malad fort