કોરોનાને લીધે સીલ્ડ ​બિલ્ડિંગ્સમાં પોપાંબાઈનું રાજ

04 September, 2020 08:07 AM IST  |  Mumbai | Prajakta Kasale

કોરોનાને લીધે સીલ્ડ ​બિલ્ડિંગ્સમાં પોપાંબાઈનું રાજ

બોરીવલીના એક બિલ્ડિંગની બહાર કન્ટેનમેન્ટ ઝોનનું બૅનર લગાડતા બીએમસીના કર્માચારીઓ.

હવે માત્ર ઝૂંપડપટ્ટીના કેટલાક રહેવાસીઓ જ નહીં, બલકે બિલ્ડિંગના રહેવાસીઓ પણ કન્ટેનમેન્ટ ઝોન વિશેના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના આદેશોની અવગણના કરી રહ્યા હોય એમ જણાય છે.. મુંબઈમાં ૭.૫ લાખની વસ્તી ધરાવતી ૬૨૩૪ ઇમારતોને સીલ કરવામાં આવી છે, પણ માત્ર કાગળ પર. આ બિલ્ડિંગોના રહેવાસીઓ બેરોકટોક હરીફરી રહ્યા છે.
બીએમસીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે શહેરમાં ૨૦,૦૦૦ કરતાં વધુ ઍક્ટિવ કેસ છે, જેમાંથી ૮૦ ટકા કરતાં વધુ કેસ બિલ્ડિંગોમાં છે. સત્તાવવાર રેકૉર્ડ મુજબ શહેરની ૬૦૦૦થી વધુ બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે અને એમાંથી ૧૦૦૦ કરતાં વધુ બિલ્ડિંગો બોરીવલી (આર-સી વૉર્ડ)માં છે.
અગાઉ બીએમસી સમગ્ર બિલ્ડિંગને સીલ કરી દેતું હતુંએને સ્થાને હવે નિયમ બદલીને માત્ર અસરગ્રસ્ત માળને જ સીલ કરવામાં આવે છે. જ્યારે શહેરના ઉત્તર ભાગમાં કેસ વધવા માંડ્યા ત્યારે બીએમસીએ જો દરદીઓની સંખ્યા પાંચ કરતાં વધુ હોય તો ફરીથી સમગ્ર બિલ્ડિંગને સીલ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે કૉર્પોરેશન કૉમન એરિયાને સૅનિટાઇઝ કર્યા બાદ દરદીઓના સંબંધીઓને ફ્લૅટની અંદર જ રહેવાની વિનંતી કરે છે.
બોરીવલીથી બીજેપીના કૉર્પોરેટર વિદ્યાર્થી સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘બીએમસી બિલ્ડિંગ સીલ કરવામાં આવી હોવાની જાહેરાત કરતું બૅનર લગાવે છે, પરંતુ ગેટ પર પોલીસ કે બીએમસીના કર્મચારીઓ હોતા નથી. આથી કેટલીક સોસાયટી નિયમનું પાલન કરે છે, જ્યારે મોટા ભાગની સોસાયટીઓ નિયમની પરવા કરતી નથી. કેટલીક સોસાયટીઓએ મને ફરિયાદ કરી હતી કે,એક મહિનાથી બૅનર લાગ્યું હોવા છતાં બીએમસી હજી પણ એને હટાવતું નથી.’
દક્ષિણ મુંબઈના વૉર્ડના એક અધિકારીએ જણાવ્યું કે ‘અગાઉ જ્યારે બિલ્ડિંગ સીલ કરાતું ત્યારે લોકો ભયના માર્યા ઘરની અંદર રહેતા હતા, પણ હવે લોકો વિરોધ કરે છે, કારણ કે તેઓ કામ પર જવા માગે છે એટલે અમે એ વિસ્તારને સૅનિટાઇઝ કરીને દરદીના સંબંધીઓને ઘરની અંદર જ રહેવા જણાવીએ છીએ.’

બીએમસી બિલ્ડિંગ સીલ કરાયું હોવાની જાહેરાત કરતું બોર્ડ લગાવે છે, પરંતુ ગેટ પર પોલીસ કે બીએમસીના કર્મચારીઓ હોતા નથી આથી કેટલી સોસાયટી નિયમનું પાલન કરે છે?
- વિદ્યાર્થી સિંહ, બોરીવલીના બીજેપીના કૉર્પોરેટર

prajakta kasale mumbai mumbai news