લૉકડાઉનની લાચારીમાં બુક-શૉપનો માલિક ચોર બન્યો

19 July, 2020 12:24 PM IST  |  Mumbai Desk | Anurag kamble

લૉકડાઉનની લાચારીમાં બુક-શૉપનો માલિક ચોર બન્યો

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનને કારણે દેશના ઘણા લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. આવા જ એક કિસ્સામાં પરિસ્થિતિ સામે લાચાર થઈને નવી મુંબઈના મૉલમાં બુક-શૉપનો ૩૫ વર્ષનો માલિક વાહનોની ચોરી કરવા માટે મજબૂર થયો હતો. જુહુ ગાંવથી વાહનો ચોરનાર આ શખસને શોધી રહેલી વાશી પોલીસે આખરે એક મહિના પછી તેને ઝડપી લીધો હતો. તેમણે તેની પાસેથી સાત વાહન કબજે કર્યાં હતાં. આરોપીની ઓળખ જુહુ ગાંવના રહેવાસી અમિત સકપાલ તરીકે થઈ હતી. પોતાનાં માતા-પિતા, પત્ની અને બાળકો સાથે રહેતો અમિત ખારઘર ખાતેના લિટલ વર્લ્ડ મૉલમાં બુક-શૉપનો સહ-માલિક છે.
ડીસીપી (ઝોન-વન) પંકજ દહાનેએ સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ ધુમલને આરોપીને ઝડપવા માટે એક સોશ્યલ ટીમ રચવાની સૂચના આપી હતી. અમે તમામ સાત ચોરીઓને લગતાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં અને અમને એ પૅટર્ન જોવા મળી હતી કે ચોર માત્ર જુહુ ગાંવની આસપાસનાં વાહનોને જ નિશાન બનાવતો હતો, તેમ સિનિયર ઇન્સ્પેક્ટર ધુમલે જણાવ્યું હતું. પોલીસે જુલાઈના પ્રારંભથી ચોર માટે પ્રલોભન સ્વરૂપે બાઇક મૂકવાનું શરૂ કર્યું હતું. ૧૪ જુલાઈએ રાતે એક શખસને આ પૈકીની એક બાઇક ચાલુ કરવાનો પ્રયાસ કરતો હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું. ત્યાર બાદ કૉન્સ્ટેબલ શૈલેન્દ્ર કદમ અને સુનીલ ચિકનેએ તેને ઝડપી લીધો હતો.

mumbai mumbai news lockdown coronavirus covid19 anurag kamble