ભૂતપૂર્વ સૈનિકને ઘર અને ખેતીની જમીન ફાળવવાના આદેશનું પાલન ન કર્યું

10 February, 2020 11:20 AM IST  |  Mumbai Desk | Vinod Kumar Menon

ભૂતપૂર્વ સૈનિકને ઘર અને ખેતીની જમીન ફાળવવાના આદેશનું પાલન ન કર્યું

૧૯૭૧ના ભારત અને પાકિસ્તાનના યુદ્ધના લડવૈયા ભૂતપૂર્વ સૈનિક હિન્દુરાવ ઇંગળે તેમનો અધિકાર મેળવવા માટે લડતાં-લડતાં ગયા વર્ષે મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારને એ લડતમાં હજી સુધી ન્યાય મળ્યો નથી, પરંતુ કોર્ટનો ૨૦૧૮નો આદેશ નહીં માનવા બદલ રાજ્ય સરકાર સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ પ્રોસીડિંગ્સ શરૂ કરવાની માગણી બૉમ્બે હાઈ કોર્ટે સ્વીકારતાં પરિવારને રાહત થઈ છે. ગઈ કાલે હાઈ કોર્ટે રાજ્ય સરકાર સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ પ્રોસીડિંગ્સની માગણી સ્વીકારતાં સાતારાના કલેક્ટર અને રાજ્ય સરકારના વકીલને જવાબનું ઍફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી ૨૮ ફેબ્રુઆરીએ નિર્ધારિત કરવામાં આવી છે.
હિન્દુરાવ ઇંગળેએ ઘર અને ખેતીની જમીન સરકાર પાસે મેળવવા માટે ૨૦૧૫ના એપ્રિલ મહિનામાં હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરી હતી. એ અરજીના અનુસંધાનમાં ૨૦૧૮માં હાઈ કોર્ટે વૉર વેટરન ઇંગળેને ઘર અને ખેતીની જમીન ફાળવવાનો સરકારને આદેશ આપ્યો હતો.

vinod kumar menon mumbai mumbai news