કોરોનાના ડર વચ્ચે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ઑફિસરનો બર્થ-ડે મનાવાયો

16 May, 2020 10:33 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

કોરોનાના ડર વચ્ચે ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ઑફિસરનો બર્થ-ડે મનાવાયો

ગોરેગામ પોલીસ સ્ટેશનનાં કરાઈ રહેલી બર્થ ડેની ઉજવણી

મુંબઈમાં કોરોનાને લીધે ૬ પોલીસ-કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે ત્યારે ગોરેગામમાં એક પોલીસ અધિકારીની બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રન્ટલાઇન પર કામ કરી રહેલા શહેરના ૪૪૦ પોલીસ-કર્મચારીઓને ૨૦ જ દિવસમાં કોરોના વાઇરસનું સંક્રમણ થયું હોવા છતાં લૉકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.

ગોરેગામ પોલીસ-સ્ટેશન સાથે સંકળાયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દિલીપ ઠાકુરના જન્મદિન નિમિત્તે પોલીસ-સ્ટેશનમાં બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ૧૫થી વધુ લોકોએ ભાગ લીધો હતો એવો વિડિયો વાઇરલ થયો છે.
આ ઘટના બાબતે મુંબઈ પોલીસના ઝોન-૧૧ના ડેપ્યુટી પોલીસ કમિશનર મોહન દહિકરે કહ્યું કે ‘અત્યારે મારી તબિયત સારી ન હોવાથી હું રજા પર છું. પોલીસ-સ્ટેશનમાં આજની સ્થિતિમાં બર્થ-ડેની ઉજવણી કરવી યોગ્ય નથી. આની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.’

mumbai mumbai news coronavirus lockdown covid19