હજી પંદરથી વધુ વિધાનસભ્યો છે કૉન્ટૅક્ટમાં

22 June, 2022 09:36 AM IST  |  Mumbai | Rashmin Shah

એકનાથ શિંદે ત્રીસ વિધાનસભ્યો સાથે સુરતની હોટેલમાં પહોંચ્યા છે, પણ તેમની સાથે શિવસેનાના અન્ય પાંચ અને કૉન્ગ્રેસના ૧૦ વિધાનસભ્યો પણ કૉન્ટૅક્ટમાં છે જેઓ કોઈ પણ ઘડીએ પાટલી બદલી શકે છે

એકનાથ શિંદે


એકનાથ શિંદે સાથે સુરત આવી ગયેલા ત્રીસ વિધાનસભ્યો જ સરકારથી નારાજ છે એવું બિલકુલ નથી. નારાજ વિધાનસભ્યોનો આંકડો મોટો છે અને જો પૉલિટિકલ એક્સપર્ટ્સ કહે છે એ સાચું માનીએ તો આ ત્રીસ સિવાય હજી પણ પંદર વિધાનસભ્યો એવા છે જેઓ શિંદે અને આ આખા ઑપરેશનના માસ્ટર માઇન્ડ એવા બીજેપીના ત્રણ નેતા સાથે સીધા કૉન્ટૅક્ટમાં છે. આ પંદરમાંથી પાંચ વિધાનસભ્યો શિવસેનાના છે, જ્યારે દસ વિધાનસભ્યો કૉન્ગ્રેસના છે. આમ અંદાજે ૪૫ વિધાનસભ્યો એવા છે જેઓ આઘાડી સરકાર સામે ખુલ્લેઆમ મોરચો માંડવા માટે તૈયારી કરીને બેઠા છે.
આ વિરોધમાં જોડાયેલા કૉન્ગ્રેસના વિધાનસભ્યોમાંથી ચાર વિધાનસભ્યો તો એવા છે જેઓ છેલ્લા આઠેક મહિનાથી બીજેપી સાથે કૉન્ટૅક્ટમાં છે અને બીજેપી જૉઇન કરવાની તૈયારીઓ પણ કરી બેઠા છે, પણ બીજેપી દ્વારા જ તેમને રોકવામાં આવ્યા હોવાથી તેઓ અત્યાર સુધી ચૂપ રહ્યા છે.
આંકડાઓને જોતાં એવું ચોક્કસ કહી શકાય કે ઉદ્ધવ સરકાર વેન્ટિલેટર પર આવી ગઈ છે અને હવે કેટલો સમય ખેંચે એ તો ઉપરવાળો જ જાણે.

mumbai news